- શંકાસ્પદ લોકોના એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે
- હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં કોરોના ટેસ્ટ શરૂ
રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મનપા દ્વારા શહેરના તમામ પ્રવેશ દ્વાર નજીક ચેક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટમાં પ્રવેશ કરતાં તમામ લોકોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ કરી જરૂરી જણાય શંકાસ્પદ લોકોનો એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ કરાશે. બહારથી આવતા લોકોનું ગ્રીનલેન્ડ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજકોટમાં બ્યુટિપાર્લર અને હેર સલૂનમાં પણ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય મનપાએ કર્યો છે.
તમામ લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે
ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી છે. જે શહેરમાં પ્રવેશ કરતા લોકોનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપશે. આ ઉપરાંત ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવી રહ્યું છે. જો કોઇ શંકાસ્પદ લક્ષણ ધરાવતું હશે, તો ચેકપોસ્ટ પર જ તે વ્યક્તિનું એન્ટિજન કિટથી કોરોના પરીક્ષણ કરવામાં આવશે.
બહારથી આવતા લોકો માટે પ્રાઈમરી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે
કોર્પોરેશનનાં અધિકારી અમિત પરમારે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી રાજકોટમાં સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ગ્રીનલેન્ડ ચોકડી પર એન્ટિજન ટેસ્ટ શરૂ કર્યાં છે. બહાર ગામથી આવતા લોકો માટે પ્રાઈમરી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેથી રાજકોટમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ
શહેરના 21 આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટ કરી શકાશે
રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં જુદા જુદા સ્થળો પર એન્ટિજન કીટથી ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત 21 આરોગ્ય કેન્દ્ર, સંજીવની રથ, 104 સેવા રથના માધ્યમથી પણ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. બહારગામથી રાજકોટ શહેરમાં આવતા લોકોના આરોગ્યની ચકાસણી કરવા માટે મનપાએ એસ.ટી., રેલવે અને એરપોર્ટ ઉપર પણ આરોગ્યનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે.
રાજકોટમાં હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં કોરોના ટેસ્ટ શરૂ
રાજકોટમાં હવે હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં પણ કોરોના ટેસ્ટ આજથી શરૂ કરવામાં આવ્યાં છે. કોરોના સુપર સ્પ્રેડર શોધવા માટે રાજકોટ મનપાએ આ નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાંથી વધુ કેસ મળે ત્યાંના સલૂન અને પાર્લર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.