તા.૧, બોટાદ: બોટાદ જિલાના બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહીલા પીએસઆઈ ચાર્મીબેન પરસાણીયા (કરકર) જ્યારે લોકડાઉન થયું ત્યારે રજા પર હતા પરંતુ પોતાની ફરજ નિષ્ઠાનાં લીધે તેઓ રજા પર હોવા ચતા ફરજ પર સામેથી હાજર થઇ ચુક્યા હતા. મહત્વની વાત એ છે કે,તેમને ૬ માસની દીકરી છે. સ્વાભાવિક છે કે, ૬ માસની કોમળ દીકરીને માના માતૃત્વની આવશ્યકતા હોય જ . પરંતુ પોતાની ફરજને પ્રથમ સમજીને આ મહીલા PSI દીકરીને પણ સાથે લઇ ગયા.
હાલમાં તેઓ સાળંગપુર મંદિરમાં ઉભી કરાયેલી કોવિડ ૧૯ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી છે. તેમની દીકરી માટે તેમને એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. દર બે કલાકે તેઓ દીકરીને ફીડીંગ કરાવવા માટે જાય છે. પરંતુ પોતાની ફરજ અને માતૃત્વ વચ્ચે તેઓ સલામતીને પણ પ્રાથમિકતા આપે છે. તેઓ દીકરીને અડકતાં પહેલા પોતાની આખી વર્દી સેનીતાઈઝ કરે છે તથા બાથરૂમમાં જઈને સ્નાન કરીને જ દીકરીને તેડે છે.

ન્યુઝ અપડેટ્સ મિડીયાની મહીલા PSI ચાર્મીબેન સાથેની ખાસ વાતચીતમાં તેઓ જણાવે છે કે, કોવિડ ૧૯ હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓની વચ્ચે રહીને તેમને પોતાની ફરજ બજાવવાની હોઈ છે. જેને કારણે તેમને પોતાની દીકરીના સ્વાસ્થ્યની પણ અતિશય ચિંતા થાય છે.ઉપરાંત તેઓ જણાવે છે કે, કોવીડ ૧૯ હોસ્પિટલમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ ણ કરે તથા કોઈ દર્દી બહાર નીકળી ન શકે તે માટે તેઓ ૧૨ કલાકની નોકરી દરમ્યાન રાઉન્ડ ધી કલોક