કચ્છના કાંઠેથી કરોડોનું ચરસ ફરીથી પકડાય તેવી શક્યતા

0
258

પાક. મરિને ચરસનો જથ્થો ઝડપી ઇરાની બોટ સળગાવી દીધી હતી

  • પાક. મરિને ચરસ ભરેલી ઇરાની બોટ પકડી પાડી હતી
  • ઇરાનીઓએ અટકાયત પહેલાં 70 ટકા જથ્થો દરિયામાં પધરાવી દીધો

કચ્છની સામે પાર પાક મરીન સિક્યુરિટી વધુ એક્ટિવ છે અને ભારતીય માછીમારોનું અપહરણ કર્યું એ જ સમયગાળામાં ઇરાનથી ચરસ ભરીને આવતી બોટને પણ પકડી પાડી હતી, જો કે, ઇરાનીઓએ બોટમાનો ચરસનો 70 ટકા જથ્થો દરિયામાં પધારાવી દીધો હતો જ્યારે પાક. મરિન 2700 કિલો ચરસ પકડી લીધું છે. એટલે કે લગભગ 6300 કિલો જેટલું ચરસ દરિયામાં ફેકી દીધું છે. દરિયામાં આટલો મોટા જથ્તામાં ચરસ ફેકી દેવાતાં ફરી કચ્છની જળસીમાએ કરોડોનું ચરસ પકડાય તો નવાઇ નહીં.

મળતી માહિતી મુજબ ઇરાનથી પાકિસ્તાન આવતી બોટ પાકિસ્તાનના કોઇ બંદરે પહોંચે તે પહેલા જ પાક મરીન સિક્યુરિટીના હાથે લાગી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇરાની બોટ પાક.ના હાથે લાગી તે પહેલા ધમપછાડા કરતા ઇરાનીઓએ ચરસનો 70 ટકા જથ્થો દરિયામાં પધરાવી દીધો હતો. પાક મરીન સિક્યુરિટીને હાથ લાગેલો જથ્થો માત્ર 30 ટકા જ છે. જે લગભગ 2700 કિલો જેટલો છે.