લાંબા સમયથી વોર્ડ નં.5 માં નળ કનેકશન ફી ભરવા છતાં કનેકશનો આપવામાં નગરપાલિકાના ઠાગા ઠૈયા

0
83

તાકીદે યોગ્ય કરવા અપાયુ આવેદનપત્ર…

આ વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા લાંબા સમયથી નળ કનેકશન ફી ભરાયેલ હોવા છતાં વેરાવળ નગર પાલિકા દ્વારા કોઈજ નક્કર કામગીરી ન કરવામાં આવતા વોર્ડ નં.5 ના રહીશો માં ઉગ્રરોષ ની લાગણી ફેલાયેલ છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મિસ્કીનશા સોસાયટી તેમજ ગોદરશા તળાવ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો તેમજ નાયબ કલેક્ટરશ્રીને તેમજ પ્રાદેશિક કમિશ્નર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રોષભેર બુલંદ માંગણી કરવામાં આવેલ હતી… આ તકે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ જીજ્ઞાસાબેન રાવલ, કાજલબેન ભજગોતર, યાસ્મીનબેન ચૌહાણ સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here