સંઘપ્રદેશ દિવમાં અનલોક બાદ પર્યટકો માટે દિવ બીચ વિસ્તારમાં ફરવાના સ્થળો તેમજ ખાણી-પીણીનાં સ્થળો ખુલ્લાં મૂકવામાં આવ્યા.

0
266

દીવમાં અનલોક-4 દરમિયાન જાહેર સ્થળોને કેટલીક છૂટછાટ સાથે ખોલવામાં આવ્યા છે જેને લઈને સાવચેતીનાં ભાગરૂપે દિવ પ્રશાસન દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.બીચ વિસ્તારમાં ખાણીપીણી નાં સ્ટોલ ખુલતા કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે દીવ પ્રસાશન ખાસ તકેદારી લઈ રહ્યું છે.દિવ કલેકટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શન હેઠળ અને ટુરીઝમનાં એડીશનલ ડાયરેકટર હરમિન્દર સિંધનાં દિશા નિર્દેશમાં દિવનાં નાગવા બીચ પર ખાણી-પીણીનાં સ્ટોલ તેમજ દુકાનો અને રેસ્ટોરન્ટનું દિવ ટુરીઝમ ઓફિસર પુષ્પેસન સોલંકી અને ટુરીઝમ સ્ટાફ દ્વારા ચેકિગ તથા કોરોના તકેદારી રાખવા માટે સૂચનો કર્યા હતા.


દીવ પ્રસાશન દ્વારા ચકાસણી દરમિયાન દરેક વેપારીઓ પાસે સેનીટાઈઝર ઉપલબ્ધ છે કે નહિ, દરેક વેપારીઓ એ હાથ મોજા પહેર્યા છે કે નહિ, સ્ટોલ કે દુકાન પર આવનાર પર્યટકોની વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે કે નહિ વગેરે વિશે તપાસ અને પૂછતાછ કરવામાં આવી હતી.કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા દરેક વ્યક્તિએ સોશ્યિલ ડિસ્ટનસિંગ, માસ્ક તેમજ સેનિટાઈઝેશનનું ચુસ્ત પાલન કરવાનું રહે છે.તેમજ કેન્દ્ર સરકારની કોવિડ-19 અંગેની વખતો વખતની ગાઈડલાઈનને અનુસરવાની રહે છે. દીવ પ્રસાશનનાં અધિકૃત કર્મચારી દ્વારા નાના મોટા સૌ વેપારીઓને સ્વચ્છતા રાખવા સૂચનો કર્યા હતા. આ પ્રસંગે વેપારીઓ એ પણ તેમની સમસ્યાઓ જણાવી હતી. તેઓ એ તેમના રોજગારમાં આવતી મંદી વિશે જણાવ્યું હતું કે દિવ માં બીચ,દારુની દુકાનો વગેરે ચાલુ કરવામાં આવે તો વધુ પર્યટકો દિવમાં આવે અને તેમને રોજગાર મળી રહે.આ દરમિયાન તંત્ર દ્વારા દરેક વેપારીઓને માસ્ક અને હાથનાં મોજાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ