આધુનિક સુવિધાઓથી સજ્જ.. ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે.

0
318

ઓકિસજનની સુવિધા સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે રેડ અને ગ્રીન ઝોન બનાવાયો.રાજકોટ જિલ્લા ધોરાજી ખાતે તંત્ર દ્વારા બહારથી તબીબો અને પેરા મેડીકલ સ્ટાફને સેવા કાર્યરત કરાશે.રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી છે.


ધોરાજીના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલના સુપ્રિ.ડો.જયેશ વસેટીયને જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ધોરાજીમાં તાત્કાલિક ધોરણે ૩૫ બેડની અદ્યતન કોવિડ હોસ્પિટલ સેન્ટ્રલી ઓકિસજનની વ્યવસ્થા અને સ્ટાફની સુવિધા સાથે શરૂ થવા જઇ રહી છે. આગામી તા.૨૧-૯-૨૦ના રોજ આ હોસ્પિટલનો પ્રારંભ થશે. ભવિષ્યમાં જરુર પડયે કુલ ૭૦ બેડની સુવિધા થઇ શકે તેવી ધોરાજીમાં વ્યવસ્થા છે.


ધોરાજીની કોવિડ હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે દાખલ દર્દીઓ સંબંધી અલગ અલગ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ તેમજ સ્ટાફને સંક્રમણ ન લાગે તે માટે પુરતી સુરક્ષા- સાવચેતી અને ડોનીંગરૂમ, PPE કીટ અને અલગ રીફ્રેશમેન્ટ રૂમ સહિતની સુવિધા ઉપરાંત દર્દીના સગા માટે રજીસ્ટ્રેશન, હેલ્પ ડેસ્ક, કોલની સુવિધા અને દર્દીઓ માટે જમવાનું, ઉકાળો, દૂધ અને ફ્રુટની પણ સુવિધા આપવામાં આવનાર છે.
ધોરાજીમાં આ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ કલોક સેવા માટે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફનો કેમ્પ ધોરાજીમાં રહેશે અને અન્યોને બહારથી ડેપ્યુટ કરવામાં આવશે.
ધોરાજીમાં,ઉપલેટા,જામકંડોરણાના પ્રાંત અધિકારીશ્રી જી.વી.મીયાણીએ જણાવ્યું હતું. કે આ વિસ્તારમાં સર્વેલન્સની ટીમો બનાવીને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયે અથવા દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેના વધુને વધું ટેસ્ટ થાય તે માટે માટે ટીમ વર્કથી સઘન કામગીરી કરવામાં આવી રહી છે.