જેતપુર નગરપાલીકાની સેનીટેશન શાખાની કામગીરી: નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકાર્યા

0
451

જેતપુર શહેરમાં માસ્ક, સેનીટાઇઝર કે સોશ્યલ ડિસ્ટટન્સનું પાલન ન કરનાર લોકો તથા દુકાનદારોને દંડ ફટકાર્યો

જેતપુર તા.ર: જેતપુર-નવાગઢ નગરપાલીકા દ્વારા સરકારની ગાઇડા લાઇન મુજબ માસ્ક ન પહેરેલ, દુકાનદારોએ સેનીટાઇઝર ન રાખેલ તેમજ ખરીદી કરવા આવેલા લોકોને સોશ્યલ ડીસ્ટટન્સના સર્કલ ન બનાવેલ હોય તેવા લોકોને દંડ કરી કુલ રૂ.૬૮૦પ૦ની વસુલ કરેલ હતી.

કોરોના વાયરસના હાહાકારમાં ત્રીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, સરકારની ગાઇડ લાઇન મુજબ અલગ અલગ ઝોનમાં વિભાજન કરીને અમુક પ્રતિબંધીત વિસ્તારોમાં મહદ અંશે છુટછાટ આપવામાં આવી છે.

જેમાં સરકારની ગાઇન લાઇન મુજબ માસ્ક, સેનીટાઇઝર તથા સોશ્યલ ડિસ્ટટન્સનું મહત્વ ખુબ જ જાળવવું જરૂરી હોય જેના ભાગરૂપે જેતપુર-નવાગઢ નગરપાલિકા સેનીટેશન શાખાના હર્ષદ ટાટમીયાની ટીમ દ્વારા નગરપાલીકા વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર રાહદારીઓ ચાલી રહેલ હોય કે બાઇક હંકારી રહેલા કુલ ૬ર૪ લોકોને દંડ કરી કુલ રૂ.૬૩,૭૦૦ વસુલ કરેલ તેમજ અમુક ધંધા-વેપાર ખોલવાની છુટછાટ આપી જેમાં ખરીદી કરનાર આવતા ગ્રાહકોને સેનીટાઇઝર કરીને પ્રવેશ આપવો તેમ છતાં સેનીટાઇઝર ન રાખનાર પાંચ દુકાનદારો રૂ.પ૦૦ તેમજ દુકાનમાં ખરીદી સમયે ભીડ ન થાય તે માટે દુકાનના આંગણામાં સર્કલ કરી સોશ્યલ ડિસ્ટટન્સ જળવાય તે સર્કલ ન કરેલ રપ દુકાનદારોને કુલ રૂ.૩૮પ૦ દંડ કરવામાં આવેલ હતો. 

(તસ્વીર: રાકેશ પટેલ-જેતપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here