ગીર સોમનાથ જિલ્લાનમા નિવૃત રમતવીરો પેન્શન યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે

0
262

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત રમતવીરોને પેન્શન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે ગુજરાતના વતની હોય અને ૫૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા નિવૃત રમતવીરો પેન્શન મેળવવા આ અરજી કરી શકશે. રમતવીર પોતાની કારકિર્દી દરમ્યાન રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યકતિગત કે સાંધિક રમતમાં ગોલ્ડ, સિલ્વરકે બ્રોન્ઝમેડલ મેળવેલ હોય અથવા રાજય કે રાષ્ટ્રની ટીમના સભ્ય હોય કે જેઓએ ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝમેડલ મેળવેલ હોય તેવા રમતવીરોને પેન્શન મેળવવાને પાત્ર ગણવામાં આવશે.


    પાત્રતા ધરાવતા રમતવીરોની આવકની કોઈ મર્યાદા વગર માસિક રૂ,૩૦૦૦/- ( અંકે રૂ, ત્રણ હજારપુરા)ની રકમ ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લામાં રહેતા નિવૃત રમતવીરોએ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, “જિલ્લા સેવા સદન”, રૂમ નંબર-૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઈણાજ, ખાતેથી મેળવી સંપુર્ણ વિગત સાથે બે નકલમાં તા.૩૦/૦૯/૨૦૨૦સુધીમાં અત્રેની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ-હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ