ચીનની સાથે ચાલી રહેલા સંઘર્ષમાં વીર જવાનો અત્યંત સાબદા અને સક્રિય છે અને પૂર્વ લદાખમાં 20 જેટલી ઊંચી પહાડી ઉપર ભારતીય જવાનો નો કબજો થઈ ગયો છે અને ચીનના સૈનિકોની દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
સેનાના સૂત્રોએ એવી માહિતી આપી છે કે લદાખમાં તમામ વ્યૂહાત્મક મથકો પર ભારતીય જવાનો એલર્ટ છે અને ગમે તે પ્રકારની પરિસ્થિતિ નો સામનો કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે સજ્જ અને સક્ષમ છે. દરમિયાનમાં ગઈકાલે રાત્રે રાફેલ ફાઇટર વિમાનોએ લદ્દાખમાં ઉડાન ભરી હતી.
પૂર્વ લદાખમાં વ્યૂહાત્મક મથકો પર આવેલી ઊંચી પહાડી ઉપર ચીનના સૈનિકો આગળ વધીને કબજો કરે તે પહેલાં જ ભારતીય જવાનો તેના પર ગોઠવાઈ ગયા છે અને એમની પાસે આધુનિક શસ્ત્રો પણ છે.
ભારતીય જવાનોની આવી તૈયારી ને જોઈને ચીનના સૈનિકો અત્યારે આગળ વધવા માગતા નથી અને આમ પણ હવામાન ને લીધે ચીનના સૈનિકો માં ખરેખર બચેલી છે અને કેટલાક ચીની સૈનિકો ને દવાખાને પણ ખસેડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે પરંતુ ચીન દ્વારા આ હકીકત છુપાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સેનાના વડા સતત લદ્દાખની સ્થિતિ સાથે સંપર્ક જાળવી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે એ જ રીતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંગ પણ ચંપલ જાળવીને વર્તમાન સ્થિતિની માહિતી મેળવી રહ્યા છે. ભારતીય જવાનો ઉચી પહાડીઓ પર ગોઠવાયા બાદ ભારતના હીરો ગણાતા રફિલ ફાઇટર વિમાનોએ લદાખમાં ઉડાન ભરી હતી અને ચીનના સૈનિકો ને વોર્નિંગ આપી દેવામાં આવી હતી.