પ્રખર વિચારક અને ઉત્કૃષ્ટ સંગઠનકર્તા પંડિત દિનદયાળજી ઉપાઘ્યાયની જીવન ઝરમર

0
64
ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર પંડિતજીની રપમીએ જન્મજયંતિ

પંડિત દિનદયાળ ઉપાઘ્યાયજી એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ટ સંગઠનકર્તા હતા. તેઓ ભારતીય જનસંઘના અઘ્યક્ષ હતા. તેમણે ભારતની સનાતન વિચારધારાને યુગાનુકુળ રુપમાં પ્રસ્તુત કરીને દેશને એકાત્મક માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી તેમની ગણના તે આદર્શ મહાપુરૂષોમાં કરવામાં આવે છે જેમણે વર્તમાન રાજનીતિને શુચિતા અને શુઘ્ધતાના પાયા પર સ્થાપિત કરવાની પ્રેરણા આપી.

દેશને એકાત્મક માનવવાદનો વિચાર એ પંડિત દિનદયાલજીની શ્રેષ્ઠતમ દેન છે આ એક એવું ચિતન છે. જેના મૂળિયા ભારતના ભૂતકાળમાં છે. પરંતુ દ્રષ્ટિ ભવિષ્ય પર તેઓ આ ચિંતન થી એક એવા રાષ્ટ્રનું નિર્માણ તથા વિકાસ કરવા માગતા હતા જેનાથી જે છે તે દેશ પોતાના સ્વત્વને ઘ્યાનમાં રાખીને વિશુઘ્ધ ભારતીય સંસ્કૃતિ અનુરુપ વિકાસ સાધી શકે.

તેમનું કહેવું હતું કે આપણી સઁસ્કૃતિ અને પરંપરાના દુનિયાને આપવા જેવું શું છે તે જાણીએ અને વિશ્ર્વની પ્રગતિમાં આપણો સહયોગ આપીએ ઘણા વર્ષો સુધી આપણું બધુ જ ઘ્યાન સ્વાધીનતા સંગ્રામ તથા સ્વરક્ષણમાં રહ્યું આથી આપણે દુનિયામાં બીજા રાષ્ટ્રોની હરોળમાં ઉભા નથી રહી શકયા. પણ આજે જયારે આપણે સ્વતંત્ર છીએ ત્યારે આપણે ઓછપને પુરી કરવી જોઇએ.

પંડિત દીનદયાળજીએ સાત વર્ષની વગે માતા પિતાનું સુખ ગુમાવ્યું હતું. અને તેમનું ભરણપોષણ તથા ઉછેર એમના મામા રાધારમણ શુકલને ત્યાં થયો. આમ એમને બચપણથી જ મુસીબતો અનુ પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરવાની શરુઆત થઇ ગઇ હતી એમણે અજમેર બોર્ડની મેટ્રીકની પરીક્ષા સિકરની કલ્યાણ હાઇસ્કુલમાંથી પસાર કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પ્રથમ આવ્યા. કાનપુરનીસનાતન ધર્મ  કોલેજમાંથી બી.એ. ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણય કરી. ત્યારબાદ કાનપુરમાં સને ૧૯૩૭ દરમ્યાન તેઓ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના સંપર્કમાં આવ્યા. ત્રણ વર્ષના સમયગાળામાં તેઓ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના ઉતરપ્રદેશના સહપ્રાંત પ્રચારક બની ગયા. સને ૧૯૫૨માં જન સંઘની સ્થાપના થઇ ત્યાં સુધી એ જ ક્ષેત્રમાં સહપ્રાન્ત પ્રચારક તરીકે જવાબદારી સંભાળતા રહ્યા.

જનસંઘનાી કાર્યકારિણીની શ્રઘ્ધાંજલી અર્પિત કરતાં કહ્યું હતું કે થોડા જ વર્ષોમાં દેશના રાજનીતીક જીવનમાનં જનસંઘે જે પ્રમુખ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું કે તેનું શ્રેય જો કોઇ એક વ્યકિતને હોય તો ઉપાઘ્યાયજીને છે.

પ્રદિપભાઇ ખીમાણી વધુમાં જણાવે છે કે ફેબ્રુઆરી ૧૯૫૬ દરમિયાન પ્રથમ સપ્તાહમાં પંજાબ જનસંઘ સમીતી સમક્ષ બોલતા દિનદયાળજીએ કહ્યું હતું કે આપણા પક્ષના જન્મથી જ અમે લોકો નિરંતર માનતા આવ્યા છીએ કે હિન્દુ રાષ્ટ્રવાદનું જ બીજું નામ ભારતીય રાષ્ટ્રવાદ છે. ઉપરોકત વિચારને વર્તમાન ભાજપમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે ઓળખીએ છીએ.

૧૬૦ સદસ્યોવાળી રાજસ્થાન વિભાનસભામાં પ્રથમ મહાનિવાર્યચન પછી વિપક્ષના ૭૭ વિઘાયકોએ એકત્ર થઇ એક સંયુકત વિઘાયક દળ બનાવ્યુ:. જેમાં જનસંઘના આઠ વિઘાયક હતા તેમના લાલસિંહને વિધાનસભાના ઉપસભાપતિ બનાવવામાં આવ્યા.

સને ૧૯૬૩ માં જૌનપુર લોકસભાની પેટા ચુંટણી આવી જનસંઘના ઉમેદવાર તરીકે પાર્ટીએ દીનદયાળજીને ઉભા રાખવાનો નિર્ણય કર્યો કારણ કે દીનદયાળજી અત્યંત લોકપ્રિય હતા. આ ચુંટણીમાં જ્ઞાનિવાદનું સામ્રાજય હતું.

જ્ઞાતિના આગેવાનોને બોલાવીને બેઠક કરી ને તે સભામાં દીનદયાળજીને લઇ ગયા. તો દીનદયાળજીનો શાંત ચહેરે એકદમ ઉશ્કેરાઇ ગયો. ગરમ થઇ ગયા અને બોલ્યા મારે એવો વિજય જોઇતો નથી આનાથી હારી જવું વધારે સારું છે.

જ્ઞાતિવાદના નામે હું સિઘ્ધાતોનું બલિદાન આપવા માંગતો નથી. કોઇપણ રાજકીય પાર્ટીના જીવનમાં પેટા ચુંટણી બહુ મહત્વની નથી. મહત્વના છે પાર્ટીના સિઘ્ધાતો જો આપણે બધા ચુંટણીમાં જાતિવાદના ભૂતને મહત્વ આપીશું તો ભાવિમાં હિન્દુ સમાજને એક તકતા ઉપર નહી લઇ શકીએ.

કદાચ વિજય મળશે પણ દેશને સૌથી વધુ નુકશાન કરીશું કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે. કે જ્ઞાતિના નામે મત માંગવા કરતા મારે પક્ષને બંધ કરી દેવો સારો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here