મેરઠની ગીતાએ દિલ્હીમાં 50 હજાર રૂપિયાથી શરૂ કર્યો બિઝનેસ, 6 વર્ષમાં 7 કરોડ રૂપિયાનું ટર્નઓવર, ગત મહિને યુરોપમાં પણ એક ઓફિસ ખોલી

0
184

ઉત્તરપ્રદેશના મેરઠની રહેવાસી ગીતા સિંહ દિલ્હીમાં એક PR કંપની ચલાવે છે. દેશનાં 180 શહેરમાં તેનું નેટવર્ક છે. તાજેતરમાં એસ્ટોનિયામાં પણ તેણે એક ઓફિસ ખોલી છે.

  • પપ્પા સરકારી નોકરી કરતા હતા, ચાર ભાઈ-બહેનોની જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ દિવસ રાત કામ કરતા હતા, ગીતા ઈન્ડિયન ઓઈલના બિલ્ડિંગ જોઈને વિચારતી હતી કે એક દિવસ આવી જ ઓફિસ ખોલીશ
  • શરૂઆતમાં ઘરના એક રૂમમાં જ ઓફિસ બનાવી, પૈસાની બચત માટે પોતે જ રૂમની સફાઈ કરતી હતી, બધાનું ટેબલ અરેન્જ કરતી હતી, કારણ કે એકસ્ટ્રા સ્ટાફ રાખવા માટે પૈસા ન હતા

ઉત્તરપ્રદેશના મેરઠ જેવા નાના શહેરમાંથી બહાર આવીને દેશની રાજધાની દિલ્હીમાં પોતાના દમ પર સફળતા મેળવનાર ગીતા સિંહ એક પબ્લિક રિલેશન કંપની ચલાવે છે, 200થી વધુ તેમના ક્લાયન્ટ્સ છે, 50ની આસપાસ લોકો અહીં કામ કરે છે. વાર્ષિક 7 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. તેણે હમણાં ગત મહિને જ એસ્ટોનિયામાં પણ પોતાની એક ઓફિસ ખોલી છે.

33 વર્ષની ગીતા એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. તેમનો 12મા ધોરણ સુધીનો અભ્યાસ મેરઠની સરકારી શાળામાં થયો હતો. ત્યાર પછી દિલ્હી યુનિવર્સિટીથી પોલિટિકલ સાઈન્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી ખાનગી સંસ્થામાંથી માસ કોમ્યુનિકેશન ડિપ્લોમા કર્યું.

તેમના પપ્પા સરકારી નોકરી કરતા હતા, ચાર ભાઈ-બહેનોની જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ દિવસ-રાત કામ કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે ગીતા વાંચી-લખીને ડોક્ટર અથવા એન્જિનિયર અથવા IAS બને, પણ તેને ક્યારેય એમાં રસ જ નહોતો, તે હંમેશાંથી ઈચ્છતી હતી કે મારું કંઈક પોતાનું જ કરું. 10થી 5ની શિફ્ટમાં કામ કરવું તેને પસંદ નહોતું.

તેણે જણાવ્યું, ડિપ્લોમા કરતી વખતે જ્યારે હું મારા ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી તો રસ્તામાં ઈન્ડિયન ઓઈલનું એક મોટું બિલ્ડિંગ જોયું હતું. હું આખા રસ્તે તેને જોતાં જોતાં જતી હતી, વિચારતી હતી કે એક દિવસ આવા જ બિલ્ડિંગમાં મારી ઓફિસ હશે, જ્યાં હું પોતે કામ કરતી હોઈશ, પરંતુ ક્યારે અને કેવી રીતે કરીશ એ નક્કી કરી શકતી ન હતી. ડિપ્લોમા પછી 4 વર્ષ સુધી મેં ઘણી કંપનીઓમાં કામ કર્યું. PR મેનેજમેન્ટ અંગે કન્ટેન્ટ ક્રિએશન સુધી. આનાથી મને ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું હતું.

ગીતા તેની ટીમ સાથે, આજે તેની ટીમમાં 50 લોકો છે, 300થી વધુ લોકો ફ્રીલાન્સર તરીકે કામ કરે છે.

ગીતા તેની ટીમ સાથે, આજે તેની ટીમમાં 50 લોકો છે, 300થી વધુ લોકો ફ્રીલાન્સર તરીકે કામ કરે છે.

ગીતાએ જણાવે છે, 2011-12માં ફેસબુક પર એક ગ્રુપમાં કોઈએ પોસ્ટ શેર કરી હતી, એમાં કન્ટેન્ટ રાઈટરની જરૂર હતી. મેં તેમનો કોન્ટેક્ટ કર્યો અને તેમનું કામ લઈ લીધું. ત્યારે હું મારી જોબ પણ કરતી હતી, થોડાક દિવસ તેમનું કામ કર્યું. પછી મને ભારણ લાગવા લાગ્યું. હું એકલી આ બધું કેવી રીતે કરી શકીશ. મેં એક મિત્રને વાત કરી અને તેમની મદદથી ઘણા લોકોમાં કામ વહેંચી દીધું. ત્યારે એક મહિનામાં 70 હજાર રૂપિયાની મેં કમાણી કરી હતી. મારા માટે એ ટર્નિંગ પોઈન્ટ હતો. મારો આત્મવિશ્વાસ મજબૂત થયો હતો. મારો મિત્રગણ પણ કહેવા લાગ્યો કે તું હવે તારું નવું કામ શરૂ કર.

પરંતુ એક મિડલ ક્લાસ ફેમિલીમાં તે પણ એક યુવતી માટે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવો સરળ વાત નહોતી. જ્યારે મેં પપ્પાને નોકરી છોડવા અને પોતાનું કામ શરૂ કરવા અંગે જણાવ્યું તો તે આના માટે સહેજ પણ માન્યા ન હતા. તેમણે કહ્યું, જો જોબ છોડવી હોય તો સરકારી નોકરીની તૈયારી કર, કોચિંગ કર. તેમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે એકલી છોકરી આ બધું કેવી રીતે મેનેજ કરી શકશે. પૈસા ક્યાંથી આવશે.

પછી મેં તેમને ખૂબ સમજાવ્યા. પપ્પા એ વખતે દિલ્હીમાં જ પોસ્ટેડ હતા, હું પણ તેમની સાથે જ રહેતી હતી. ત્યારે મારી પાસે થોડુંક સેવિંગ હતું. થોડાક પૈસા પાસેથી થોડાક દાદી પાસેથી. લગભગ 50 હજાર રૂપિયાથી 2012-13થી કામ શરૂ કર્યું. શરૂઆતમાં ઘરના જ એક રૂમને ઓફિસ બનાવી દીધી. ત્યારથી માત્ર એક સ્ટાફ હાયર કર્યો હતો. પૈસાની બચત માટે પોતે જ રૂમની સાફસફાઈ કરતી હતી, બધાના ટેબલ અરેન્જ કરતી હતી, કારણ કે ઓફિસમાં એક્સ્ટ્રા સ્ટાફ રાખવા માટે પૈસા ન હતા.

તસવીર ત્યારની છે જ્યારે ગીતાનાં માતા-પિતા તેમની ઓફિસ પહોંચ્યાં હતાં. ગીતાના પિતા એક રિટાયર્ડ સરકારી કર્મચારી છે, જ્યારે માતા હાઉસ વાઈફ છે.

તસવીર ત્યારની છે જ્યારે ગીતાનાં માતા-પિતા તેમની ઓફિસ પહોંચ્યાં હતાં. ગીતાના પિતા એક રિટાયર્ડ સરકારી કર્મચારી છે, જ્યારે માતા હાઉસ વાઈફ છે.

જ્યાં સુધી મને યાદ છે, પહેલા મહિનામાં 60-70 હજાર રૂપિયાની આવક થઈ હતી. જેમાંથી થોડાંક કોમ્પ્યુટર અને ઓફિસનો સામાન ખરીદ્યો હતો. મેં પહેલાં પણ આ ફીલ્ડમાં કામ કર્યું હતું એટલે મને વધારે મુશ્કેલી નથી પડી. જેમ જેમ કામ વધતું ગયું તેમ તેમ ક્લાયન્ટ્સ વધતા ગયા. ત્યાર પછી અમે બીજી જગ્યાએ અમારી ઓફિસ શિફ્ટ કરી. આજે દેશનાં 180થી વધુ શહેરોમાં અમારું નેટવર્ક છે. હાલ જ મેં એસ્ટોનિયામાં પણ એક ઓફિસ ખોલી છે, જ્યાં મારી નાની બહેન બધું કામ સંભાળે છે.

તે કહે છે, ‘જો લોકડાઉન ન લાગ્યું હોત તો અમારી મુંબઈમાં પણ એક ઓફિસ હોત. અમે ડીલ ફાઈનલ કરી લીધી હતી. બસ, પેમેન્ટ કરવાનું બાકી હતું, ત્યારે લોકડાઉન લાગી ગયું. આ દરમિયન મારે પણ બીજા લોકોની જેમ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા પ્રોજેક્ટ પેન્ડિંગ રહી ગયા, ઘણા ક્લાયન્ટ્સ મજબૂરીનો ફાયદો ઉઠાવીને અડધા ભાવમાં ડીલ કરવા માટે દબાણ કરતા હતા. આ વર્ષને તો અમે બિઝનેસ યરમાં ગણતા જ નથી. જોકે હવે છેલ્લા બે મહિનાથી ધીમે ધીમે બધું પાટા પર આવી રહ્યું છે.’

ગીતા જણાવે છે, પહેલાં પપ્પા મને કહેતા હતા કે તેમના ડાયરેક્ટરનો દીકરો ડોક્ટર બની ગયો છે, તેમના મિત્રની દીકરી એન્જિનિયર બની ગઈ છે અને તું મારું સાંભળતી નથી, પણ આજે તેઓ મારા કામથી ઘણા ખુશ છે, તેઓ તેમના મિત્રો સાથે મારા કામ વિશે વાતો કરે છે. તે કહે છે, ‘2015માં મારાં માતા-પિતા સાથે પુષ્કર ગઈ હતી. મમ્મી-પપ્પા પહેલી વખત પ્લેનમાં ચઢ્યા હતા. એ વખતે તેમની જે ફીલિંગ્સ હતી એને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય, માત્ર અનુભવી શકાય છે. તેમની આ સફરમાં તેમના પતિનો પણ તેમને ઘણો સપોર્ટ રહ્યો છે. તેઓ ઘણી વખત તેને ગિફ્ટ તરીકે લેપટોપ અથવા ઓફિસની જરૂરવાળી વસ્તુઓ આપતા રહે છે.’

ગીતા સિંહ પતંજલિના કો-ફાઉન્ડર આચાર્ય બાલકૃષ્ણ સાથે. તેમની કંપનીએ પતંજલિ માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું છે.

ગીતા સિંહ પતંજલિના કો-ફાઉન્ડર આચાર્ય બાલકૃષ્ણ સાથે. તેમની કંપનીએ પતંજલિ માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું છે.

PR મેનેજમેન્ટથી માંડી પોલિટિકલ કેમ્પેન સુધી
ગીતાએ જણાવે છે, અમે લોકો મુખ્ય રીતે હાલ સોશિયલ મીડિયા માર્કેટિંગ પોલિટિકલ ઈમેજ બ્રાન્ડિંગ અને કેમ્પેનિંગ, પબ્લિક રિલેશન, કન્ટેન્ટ ક્રિએશન અને ટ્રાન્સલેશનનું કામ કરીએ છીએ. લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અમારી ટીમ કામ કરી ચૂકી છે. હાલ પણ ઘણા પોલિટિકલ લોકોનું કામ અમારી પાસે છે.

200થી વધુ ક્લાયન્ટ્સ જોડાયેલા છે
ગીતાની કંપની સાથે હાલ 200થી વધુ ક્લાયન્ટ્સ સાથે જોડાયેલા છે, જેમાં પતંજલિ, પિયર્સન, ITI દિલ્હી, પાયોનિયર ઈન્ડિયા જેવી બ્રાન્ડ્સ સામેલ છે. ગીતાએ જણાવ્યું હતું કે પતંજલિ માટે અમે ટ્રાન્સલેશન અને બુક પબ્લિકેશનનું કામ કર્યું છે અને હાલ પણ કરી રહ્યાં છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here