રાજકોટના ત્રિકોણબાગ પાસે જાહેર રસ્તા પર કોઈ ઉપયોગ કરેલી PPE કીટનો જથ્થો ફેંકી ગયું
- રાજકોટના ત્રિકોણબાગ પાસેના જાહેર રસ્તા પર PPE કીટનો જથ્થો મળી આવ્યો
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. દર્દીને ઈન્જેક્શન આપવામાં વપરાતી સિરિન્જનો જથ્થો કોઇએ જાહેરમાં ફેંકી દીધો જોવા મળ્યો છે. 200થી વધુ સિરિન્જનો જથ્થો જાહેરમાં પડ્યો હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપયોગ કરેલો PPE કીટનો જથ્થો જાહેર રસ્તા પરથી મળી આવ્યો છે.
PPE કીટ હોસ્પિટલ કે અન્ય કોઈએ ફેંકી તે મોટો સવાલ
રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ત્રિકોણબાગ પાસેના જાહેર રસ્તા પર ઉપયોગમાં લેવાયેલી PPE કીટનો જથ્થો કોઈ ફેંકી ગયું છે. પરંતુ આ જથ્થો હોસ્પિટલ તંત્ર કે અન્ય કોઈ ફેકીં ગયું છે તે અંગે સ્પષ્ટ થયું નથી. આથી તંત્ર માટે આ મોટો સવાલ છે કે અહીં આટલા પ્રમાણમાં PPE કીટનો જથ્થો કોણ ફેંકી ગયું. ઉલ્લખનીય છે કે આ રસ્તા પર રોજ હજારોની સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે.

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક ઈન્જેક્શનની સિરિન્જનો જથ્થો મળી આવ્યો
હોસ્પિટલ દ્વારા PPE કીટનો જથ્થો ફેંકાયો હોય તો કોરોનાનું સંક્રમણ વધી શકે
જાહેર રસ્તા પર PPE કીટનો જથ્થો ફેંકવો જોખમી સાબિત થઈ શકે છે. જો હોસ્પિટલ તંત્ર દ્વારા આ જથ્થો ફેંકવામાં આવ્યો હોય તો કોરોનાનું સંક્રમણ રસ્તા પર અવર-જવર કરતા લોકોમાં વધી શકે છે. એક તરફ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ તંત્રની આવી બેદરકારી લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. તંત્રની લાપરવાહી આવી જ રીતે ચાલુ રહેશે તો લોકો કોરોનાથી કંઈ રીતે બચી શકશે તેવો સવાલ ઉઠ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદકારીના કિસ્સા બની રહ્યા છે
રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોનાની માહામારીમાં વિવાદ સપડાય છે. અવારનવાર બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા જ કોરોના દર્દીને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માર માર્યાનો વીડિયો વાઈરલ થયો હતો. જો કે આ ઘટના 9 સપ્ટેમ્બરના રોજ બની હતી અને 12 સપ્ટેમ્બરના રોજ આ દર્દીનું મોત નીપજ્યું હતું. તેમજ નવું સ્ટ્રેચર ભાંગી ગયાનો પણ બનાવ બન્યો હતો. દર્દીના સગાઓ દ્વારા આક્ષેપ સાથેના વીડિયો અને ઓડિયો વાઈરલ થઈ રહ્યા છે.