કોરોના કહેર વચ્ચે લાખો નાના મોટા પાનના ગલ્લા, પાર્લર બંધ છે જેના કારણે વ્યસનીઓ બમળી કિંમતે પણ કોઇના કોઇ રીતે પાનમસાલા, બીડી સિગારેટ ખરીદીને પોતાનો શોખ પુરો કરે છે. પાન મસાલા સિગારેટની કાળા બજારી કરનાર વેપારીઓને પોલીસ શોધી રહી છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે વ્યસન કરવા માટે વેપારીઓ પાસેથી પાનમસાલા, સિગારેટ ખરીદી રહ્યા છે.
- પાન-મસાલા ખરીદવા ગયેલા પોલીસ જવાનનો વીડિયો વાયરલ
- લાલદવાજા નજીક જાનસાહેબની ગલીમાં પાન-મસાલાનું વેચાણ
- પોલીસ તમાકુ અને ગુટકાના વેચાણ કરતા લોકો પર કરે છે કાર્યવાહી
તા.૩, અમદાવાદ: અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં કારંજ પોલીસ સ્ટેશનથી વોકીંગ ડિસ્ટન્સ પર આવેલ જાનસાહેબની ગલીમાં આવેલા એક મકાનમાં પાનમસાલા વેચાતા હોવાનો પર્દાફાશ એક વીડિયોમાં થયો છે. જેમાં ખુદ પોલીસ કર્મચારી ત્યાં લાઇનમાં ઉભા રહીને મસાલા તેમજ તમાકુ ખરીદી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.
પોલીસ તમાકુ અને ગુટકાના વેચાણ કરતા લોકો પર કરે છે કાર્યવાહી
લૉકડાઉન શરુ થયુ તે દિવસથી શહેરમાં પાન મસાલા તમાકુ વેચતા વેપારીઓએ કાળાબજારીનો ધંધો શરુ કરી દીધો છે. વ્યસનીઓની તડપને ધ્યાનમાં રાખીને વેપારીઓ મનફાવે તેવા ભાવથી મસાલા, તમાકુ, સિગારેટ ખરીદે છે. સતત લંબાતા લોકડાઉનમાં સિગારેટ તમાકુ, સોપારીમાં અછત સર્જાવવા લાગી છે જેના કારણે લોકો ઉચી કિમત આપી રહ્યા છે. આવા કાળા બજારીયાઓને રોકવા માટે પોલીસે ઠેરઠેર વોચ રાખી રહી છે અને વેપારીઓને પકડી રહ્યા છે. બે દિવસ પહેલા ઇસનપુરના ચામુંડાનગર નજીક મંડોળા સ્ટોર્સ પાન પાર્લર ખુલ્લુ રાખીને દુકાનદાર તમાકુનું વેચાણ કરતો હતો જેને પોલીસે રંગે હાથ પકડી પાડ્યો હતો. આ સિવાય વેજલપુરમાં અને વસ્ત્રાપુરમાં પણ મસાલા અને બીડી વેચતા વેપારીની પોલીસે ધરપકડ કરી હતી.
જાનસાહેબની ગલીમાં વેપારીએ ઘરમાં જ બનાવ્યું પાન પાર્લર
શહેરમાં રેડઝોન છે એવા લાલદરવાજા વિસ્તારમાં પણ મોડીરાત્ર સુધી ઘરમાં તમાકુ બીડી સિગારેટ તેમજ પાન મસાલા વેચાય છે. લાલદવાજા નજીક જાનસાહેબની ગલીમાં રહેતા એક વેપારીએ ઘરનેજ પાનપાર્રલ બનાવી દીધુ છે. મોડીરાત્ર સુધી ત્રણ ચાર ગણા ભાવ લઇને વેપારી અને તેનો પરિવાર પાન મસાલાની ચિજ વસ્તુઓ વેચી રહ્યા છે. વેપારીના કાળાબજારીથી ખુલ પોલીસને જાણ છે પરંતુ કોઇના કોઇ કારણોસર તેની ધરપકડ કરવામાં આવતી નથી. વેપારીના ધરની બહારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારી વર્દી પહેરીને પાનમસાલા ખરીદવા માટે લાઇનમાં ઉભા છે. મોઢા પર માસ્ક પહેરીને આ પોલીસ કર્મચારીએ વેપારી પાસેથી તમાકુ અને પાનમસાલા ખરીદ્યા છે.