રાજકોટ મહાપાલિકાના જંગલેશ્વર વોર્ડ નં.૧૬ના કોંગ્રેસી કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરાનું કોરોનાથી મૃત્યુ

0
94

રાજકોટ મહાપાલિકાના જંગલેશ્વર વોર્ડ નં.૧૬ ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર હારુનભાઈ ડાકોરા (ઉ.૫૬)નું કોરોનાની સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હરૂનભાઈ ડાકોરા છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ હતા અને કોરોનાની સારવાર લઇ રહ્યા હતા પરંતુ આ સારવાર કારગત નીવડી ન હતી અને આજે સાંજે ૪-૩૦ કલાકે તેમનું નિધન થયું હતું.

મહાપાલિકાના વિપક્ષ કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ હારૂનભાઇની લોકસેવાને બિરદાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે વિપક્ષના ઉપનેતા મનસુખ કાલરીયા અને વિપક્ષના દંડક અતુલ રાજાણી સહિતના વિપક્ષી નગરસેવકોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.


વોર્ડ નં.૧૬ના જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોનાનો ગુજરાતનો સર્વપ્રથમ પોઝિટિવ કેસ મળ્યો ત્યારથી કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરા દિવસ રાત જોયા વિના સતત લોકસેવામાં વ્યસ્ત હતા અને અંતે તેઓ પણ કોરોના સંક્રમિત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા,દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલની સારવાર કારગત નિવડી ન હતી અને આજે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here