વોટ્સએપમાં થોડા સમયમાં જ મલ્ટી ડિવાઈસ સપોર્ટનું ફીચર આપવામાં આવશે. ઘણાં સમયથી તેના પર ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. જે હવે પોતાના અંતિમ ચરણ પર છે. મલ્ટી ડિવાઈસ ફીચરની માંગ ઘણા સમયથી યૂઝર્સ કરી રહ્યા હતા. મલ્ટી ડિવાઈસ સપોર્ટની અપડેટ પછી એક યૂઝર્સ એક એકાઉન્ટથી અલગ અલગ ડિવાઈસમાં લોગ ઈન કરી શકશે.
WAbetainfo ની એક રિપાર્ટ અનુસાર મલ્ટી ડિવાઈસના અમુક ભાગ હજુ સુધી તૈયાર થયા નથી. જોકે તેના કોર ફીચર્સ તૈયાર છે. તેમાં મ્યૂટ કરવાનું ફ્યૂચર અને હિસ્ટ્રી સિંક સામેલ છે. કહેવામાં આવી રહ્યુ છે કે મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચર આવ્યા બાદ પ્રાઈમરી એકાઉન્ટમાથી ચાર અલગ ડિવાઈસ પર વોટ્સએપ લોગ ઈન કરી શકાશે. ડેસ્કટોપ, મોબાઈલ અને ટેબલેટમાં એકસાથે લોગ ઈન કરી શકાશે.
ચેટ સિંક થયા બાદ દરેક ડિવાઈસમાં પ્રાઈમરી એકાઉન્ટની ચેટ હિસ્ટ્રી દેખાશે. જે પણ એક્શન એક ડિવાઈસમાંથી લેશો તે બીજા દરેક ડિવાઈસ કે જેમાં વોટ્સએપ શરૂ છે તેમાં પણ દેખાશે. આ ફીચર સિવાય વોટ્સએપ એક બીજુ ફીચર પણ લોન્ચ કરવા જઈ રહ્યુ છે.