ગીર સોમનાથ જિલ્લામા ફળ અને શાકભાજીના નાના વહેચાણકારોએ વિનામૂલ્યે છત્રી મેળવવા કરેલ અરજી બે દિવસમાં જમા કરાવવી

0
92

ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામક ની કચેરી ગીર સોમનાથ દ્રારા જે લાભાર્થીઓ દ્રારા વિનામૂલ્યે છત્રી મેળવવા ઓનલાઈન અરજી કરેલ છે. આ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્રારા તા.૨૬-૦૯-૨૦૨૦ના રોજ થનાર છે. જેથી અરજી સાથે જરૂરી સાધનિક કાગળો જેમકે આધારકાર્ડ, રેશનકાર્ડ અને ગ્રામ સેવકનો દાખલો અથવા નગરપાલિકાનું શાકભાજી, ફળ, ફુલ વહેચાણ, ફેરીયાનું કાર્ડ ૨ દિવસમાં રજુ કરવાનું રહેશે. જેથી અરજીને મંજુરી આપી વિનામૂલ્યે છત્રી વિતરણ કરી શકાય. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક ની કચેરી, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, નગરપાલિકા સામે, સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here