હવે પાછુ કેમ વાળવું !! : રાજકોટને ઓરેંજ ઝોનમાં સમાવ્યું પણ નિયમો રેડ્ઝોનનાં…..

0
587

રાજકોટમાં 8 કેસ હતા ત્યારે રેડ ઝોન, 59 કેસમાં ઓરેન્જ ઝોન જાહેર કરાયો, પરંતુ ગાઈડલાઈન રેડ્ઝોનની લાગુ પડશે, આવું કેમ ??

કેન્દ્ર સરકારે રાજકોટ સહિત ગુજરાતના 19 જિલ્લા ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં મૂક્યા, હજુ પણ 41 દર્દી સારવાર હેઠળ તેમ છતાં ઓરેન્જ ઝોન કઇ રીતે ?

તા.૩, રાજકોટ: કાતિલ કોરોનાનો કહેર રાજકોટમાં હજુ શમ્યો નથી. આમ છતા પરિસ્થિતિ સબ સલામત જેવી હોવાનું અને આભાસી ચિત્ર ઉભુ કરવા માટે જ શહેરનો રેડ ઝોનમાંથી અચાનક જ ઓરેન્જ ઝોનમાં સમાવેશ થઇ ગયો ! આવા ઘેરા આશ્ર્ચર્ય સાથે રાજકોટવાસીઓના મનમાં સવાલોના ગુંચવાડા ઉભા થયા છે. કેન્દ્ર સરકારે શુક્રવારે દેશના વિવિધ રાજ્યો અને તેના હોટસ્પોટ શહેરોની સમીક્ષા સાથેનો એક ગ્રાફ જાહેર કર્યો હતો. જેમાં કોરોનાની ગંભીરતા કયા શહેરમાં કેટલી છે ! તેના પરથી એલર્ટ ઝોન નક્કી કર્યા હતા.

આમ જોવા જઈએ તો બાળક પણ કહી શકે કે, રાજકોટની ગણના ગંભીરતાની દ્રષ્ટીએ રેડ્ઝોનમાં થવી જોઈએ પરંતુ હાલમાં રાજકોટને ઓરેંજ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. સોશિયલ મિડીયામાં પણ રાજકોટનાં ઓરેંજ ઝોનમાં સમાવેશને એક રાજકારણનો ભોગ બન્યા હોવાની પોસ્ટ અમુક પ્રજાજનો દ્વારા કરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે, રાજકોટ મુખ્યમંત્રી રૂપાનીનું વતન હોવાથી તેને રેડના બદલે ઓરેંજ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હોઈ શકે.

પરંતુ આજે લોકડાઉનનાં બીજા તબક્કાનાં અંતે અને ત્રીજા તબક્કાની શરુઆતમાં મુખ્યમંત્રીનાં સચિવ અશ્વિનીકુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનાં સંબોધન એવું સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજકોટ ભલે ઓરેંજ ઝોનમાં હોઈ પરંતુ કોઈપણ પ્રકારની છુટ નહિ અપાઈ. આવી સૂચનાઓ સાંભળીને રાજકોટવાસીઓ અસમંજસમાં મુકાઈ ગયા હતા કે, જો છુટ નહોતી આપવાની જ તો રેડ્ઝોનમાંથી રાજકોટને નીકાળીને ઓરેંજ ઝોનમાં શા માટે લેવામાં આવ્યું ?? ફરી પાછુ નવા રીવ્યુમાં રાજકોટને રેડ્ઝોનમાં લેવામાં આવશે કે કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here