રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5222 પર પહોંચી, 995 સારવાર હેઠળ

0
132
  • સોમવારે 124 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 5222 કેસ નોંધાયા છે. જેમાંથી 995 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગઈકાલે 21 દર્દીના મોત થયા હતા. જ્યારે 124 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

300 દર્દીઓની હાલત ગંભીર
રાજકોટ સિવિલમાં હાલ 300 જેટલા દર્દી ગંભીર છે, તેમને ઓક્સિજન અથવા તો વેન્ટિલેટર પર રખાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટરની અછત સર્જાતા વધુ 10 વેન્ટિલેટર ઉધાર અપાયા છે. હાલ ખાનગી હોસ્પિટલો સિવિલના 37 વેન્ટિલેટર ઉપયોગમાં લઈ રહી છે. બીજી તરફ 104માં શનિવાર સુધી દરરોજ 100 ફોન આવતા હતા, જ્યારે રવિવારે અધધ 311 કોલ શહેરી વિસ્તારમાંથી આવ્યા છે.. રામનાથ પરા સ્મશાનમાં કોવિડ બોડી માટે અલગ ગેટ શરૂ કરાયો છે.

રાજકોટમાં ડોક્ટરો અને સરકારી કર્મચારીઓ પાસેથી પ્લાઝમાં ડોનેશન કરાવાશે
રાજકોટમાં કોરોના દર્દીઓને પ્લાઝમાની જરૂર વધી રહી છે. બીજી તરફ રાજકોટમાં પ્લાઝમા ડોનરની સંખ્યા ખૂબ જ ઓછી છે. ત્યારે રાજકોટમાં હવે ડોક્ટરો અને સરકારી કર્મચારીઓ પાસે પ્લાઝમાં ડોનેશન કરવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here