રાજકોટમાં નિયમો સાથે નવરાત્રિ ઉજવવા આયોજકો તૈયાર, સુરભી ગ્રુપે પાસ બુકિંગની જાહેરાત કરી, ઓનલાઈન ગરબાનું પણ આયોજન

0
138

ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ આતુર થઈ રહ્યાં છે

  • કોરોના વધુ વકરશે તો ઘરે બેઠા ખેલૈયાઓ ગરબા રમી શકશે
  • તમામ ગાઈડલાઈનનું પાલન કરવા આયોજકોએ તૈયારી બતાવી

નવરાત્રિ યોજાશે કે નહીં તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત પણ કરી દીધી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે. નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા એંધાણ દેખાય રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે સરકાર નવરાત્રિના આયોજન માટે છૂટ આપી શકે છે. ત્યારે રાજકોટના મોટા ગરબા આયોજક સુરભી ગ્રુપે પાસ બુકિંગની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આયજકોનું કહેવું છે કે સરકાર નવરાત્રિ પર પ્રતિબંધ મુકશે તો નવરાત્રિનું આયોજન અમે બંધ રાખીશું. પણ ખેલૈયાઓ ઘરે બેઠા ગરબા રમી શકે તે પ્રકારે અમે આયોજન કરીશું.

સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી
નવરાત્રિનો તહેવાર આવે તે પહેલા જ પ્રક્ટીશ શરૂ થઈ જાય છે. પણ કોરોનાની મહામારી વચ્ચે આ વખતે પ્રક્ટીશ પણ શરૂ થઈ નથી. ત્યારે ગરબા આયોજકોએ ગરબાની તૈયારી શરૂ કરી દીધી છે. લોકોની માંગ છે કે ગરબાનું આયોજન કરવામાં આવે. છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂડછાટ આપે છે તે હજી જાહેર થયું નથી. પણ ટૂંક સમયમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક-4માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે મોટી જાહેરાતો થઈ શકે છે. મહત્વનું છે કે આગામી 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.

આગામી 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે

આગામી 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે

  • રાજકોટના ટોપ આયોજકો શું કહે છે?

1. સરકાર મનાઈ કરશે તો પછી કંઈ કરવાનું રહેશે નહીં
રાજકોટના ગરબા આયોજક પંકજ સખીયાએ જણાવ્યું હતું કે જો ગરબાનું આયોજન કરવા માટે સરકાર છૂટ આપશે તો તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આયોજન કરવામાં આવશે. ગરબાના આયોજન માટે અમારે 2થી 3 મહિના જેટલો સમય લાગતો હોય છે. જેથી અમે અત્યારથી જ આયોજન શરૂ કરી દીધું છે. જો સરકાર છૂટ આપશે તો ગરબાનું આયોજન કરશું. પણ જો સરકાર મનાઈ કરશે તો પછી કંઈ કરવાનું રહેશે નહીં. જો ગરબાનું આયોજન થશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતની બાબતોનુ ખાસ ધ્યાન રાખવું પડશે. જે માટે અમે તૈયાર છીએ.

2. નવરાત્રિનું આયોજન થશે તો લોકોને રોજગારી મળશે
બામ્બુ બિટ્સ ગરબાના આયોજન રાજ ગઢવીએ જણાવ્યું હતું કે ગરબાના આયોજન વિશે ખેલૈયાઓ સાથે વાત કરતા ખેલૈયાઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આજથી અમે કદાચ ગરબા ક્લાસિસ પણ તમામ પ્રકારની સુવિધા સાથે શરૂ કરીશું. કોરોનાની મહામારીમાં ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમી જેવા ઘણા તહેવારો ઉજવ્યા નથી. તેથી જો નવરાત્રિનું આયોજન થશે તો ઘણા લોકોને રોજગારી મળશે.

3. ગરબાની છૂટ મળશે તે લોકોનો બમણો રિસ્પોન્સ મળશે
ગરબા આયોજન મિલન કોઠારીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે લોકો છેલ્લા 4-5 મહિનાથી ઘરમાં રહ્યાં છે. જેથી જો નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે તો બમણો રિસ્પોન્સ મળશે. જો સરકાર હા પાડશે તો આયોજકો દ્વારા ખૂબ સારી રીતે તૈયારી કરવામાં આવશે. નાનામાં નાના માણસથી લઈને મોટા કલાકારોને રોજગારી મળી રહેશે.

4. ગરબા ક્લાસિસ ચાલુ થશે એટલે અમને ખુશી થાય છે
ગરબા આયોજક રાહુલ મકવાણાએ જણાવ્યું હતું કે અમને એવુ લાગતુ હતું કે ગરબાના ક્લાસિસ ચાલુ થશે નહીં. પણ હવે એવુ લાગે છે કે ગરબાનું આયોજન થશે અને ક્લાસિસ પણ ચાલુ થશે. જેથી અમને ખુશી થયા છે. સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

5. સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું અમે ધ્યાન રાખીશું
ગરબા ક્લાસિસ ચલાવતા અર્જુન ગઢવીએ જણાવ્યું હતું કે જો આ તહેવાર ઉજવાશે તો ઘરમાં રહીને જે લોકો બોરિંગ થતાં હતા તેમને આ તહેવાર ઉજવવાની મજા આવશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એક પણ તહેવાર ઉજવવામાં આવ્યો નથી. માસ્ક, સેનિટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું અમે બધું ધ્યાન રાખીશું. સરકાર બીજા નિયમો બહાર પાડે તો તેને અનુસરવા પણ અમે તૈયાર છીએ.

સરકાર શું જાહેરાત કરશે તે માટે આયોજકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે

સરકાર શું જાહેરાત કરશે તે માટે આયોજકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે

સરકારના નિર્ણયની લોકો રાહ જોઈ રહ્યાં છે
મહત્વનું છે કે ગત જુલાઈ મહિનામાં ગરબા આયજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. જેમાં રૂપાણીએ જણાવ્યું હતું કે જો સ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રિનું આયોજન કરવામાં આવશે નહીં. આમ, કોરોનાના કપરા કાળમાં નવરાત્રિના આયોજન માટે મંજૂરીના આયોજનની શક્યતા નહીંવત છે. જો કે,પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. ત્યારે સરકાર શું જાહેરાત કરશે. તે માટે આયોજકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here