જુનાગઢ : છેલ્લા ચાર દિવસ થી ધરણા પર બેઠેલ કોંગ્રેસ પ્રમુખના આજે પારણા.

0
142

જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ છેલ્લા ૪ દિવસ થી જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા છે ત્યારે કલેકટર ખુદ ઉપવાસ છાવણી પર આવી દર્દી ના સગા સંબંધી દ્વારા મળેલી ફરીયાદો અમિતભાઇ પટેલ ને લેખીત રજુઆત (ફરિયાદો) મડેલ જે લેખિત કલેકટર ને આપેલ તેમજ યોગ્ય સ્ટાફ ફિજીસ્યન ડોક્ટર્સ ની ટીમ તથા ઓક્સિજનનો જે પ્રશ્ન હતો તે બાબતનું પણ નિરાકરણ થયેલ તેવું કલેકટર જણાવેલ, તેમજ સારવાર માં બેદરકારી ને હિસાબે એક પણ મૃત્યુ નહિ થાય તેવી ખાતરી આપી, તમામ ફરીયાદ સ્વિકારી યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવી બાંહેધરી જુનાગઢ કલેક્ટર સૌરભભાઈ પારધી દ્વારા અપાતા આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા તેમજ જુનાગઢ શહેર જિલ્લા ના આગેવાનો દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ ને પારણા કરાવ્યા હતા આ તકે જુનાગઢ શહેર તેમજ જીલ્લા ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.


શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ આ લડત માં સાથ આપનાર તમામ આગેવાનો તેમજ નગરજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here