રાજ્યસભાના MP અભય ભારદ્વાજની સ્થિતિ સુધારા પર, આગામી 26-27એ અમદાવાદના ડોક્ટર્સની ટીમ તપાસ માટે આવશે

0
108

રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર લઇ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ

  • અભય ભારદ્વાજની ECMO ટ્રીટમેન્ટથી સારવાર ચાલી રહી છે

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર 7 દિવસથી રાખ્યા છે. ત્યારે હાલ તેની સ્થિતિ સુધારા પર છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમના દરરોજ અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. આગામી 26-27 તારીખે અમદાવાદના ડોક્ટર્સની ટીમ તપાસ માટે રાજકાટ આવશે. જો કે હાલ તો ECMO ટ્રીટમેન્ટથી સારવાર કરવામાં આવી રહી છે.

કોરોનામાં રિકવરી અઘરીઃ તબીબ
ECMO પર 7 દિવસ થયા છે અને ધીરે ધીરે તેના સેટિંગ ઘટાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તે માટે વેન્ટિલેટર પણ શરૂ કરાયું છે. હાલ તેમને વેન્ટિલેટર અને ECMO બંને મશીન મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. બે દિવસમાં ફરીથી ફેફસાંના રોગોના નિષ્ણાત ડો.સમીર ગામી રાજકોટ આવશે અને ફેફસાંમાં કેટલી રિકવરી છે અને શું કરી શકાય છે તે અંગે નિર્ણય લેશે. થોડા દિવસ પૂર્વે સાંસદ પર બ્રોન્કોસ્કોપી કરીને ફેફસાંમાં જે બ્લોકેજ છે તે દૂર કરવા પ્રયાસ કરાયો હતો. સાંસદને ડાયાબિટીસ અને હૃદય સંબંધી તકલીફોને કારણે કોરોનામાં રિકવરી ખૂબ અઘરી હોવાનો તબીબોનો મત છે.

ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતા 31 ઓગસ્ટથી સિવિલમાં સારવાર હેઠળ
નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ સુધારા પર છે. ECMO ટ્રીટમેન્ટ બાદ અભય ભારદ્વાજની સ્થિતિ સુધારા પર છે. મહત્વનું છે કે રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતા 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ તબિયત બગડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી. જે ટીમ સારવાર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here