ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilને દિલ્હીનું તેડું, પરત આવી સંભળાવશે આ સમાચાર

0
439
ગુજરાત પ્રદેશ માળખામાં ફેરફારની સંભાવનાઓને અટકળો વચ્ચે પ્રદેશ પ્રમુખ C R Patilને દિલ્હીથી તેડું આવ્યું છે.
  • ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાની સંભાવના
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હીનું તેડુ 
  • 23 તારીખે સી.આર.પાટીલ જઇ શકે છે દિલ્હી

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે. 23 તારીખે સી.આર.પાટીલ દિલ્હી રવાના થાય તેવું રાજકિય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 

હવાઈ મુસાફરી  પહેલા લેશે ડોક્ટરની સલાહ

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

જો કે C R Patil તાજેતરમાં જ કોરોનામાં સપડાયા હતા એટલે ડોક્ટરની સલાહ લઈને પાટીલ હવાઈ મુસાફરી કરશે. ભાજપ સંગઠન મુદ્દે પાટીલ મોવડી મંડળ સાથે કરશે મુલાકાત. 

દિલ્હીથી આવી ભાજપ પ્રદેશ માળખાની કરશે જાહેરાત

દિલ્હીથી પરત ફર્યા બાદ ગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત કરશે એવી પણ રાજકિય વર્થુળોમાં ચર્ચા છે. ભાજપ શહેર પ્રમુખની વરણીમાં નો રિપીટ થીયરી અપનાવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here