તો હું હંમેશા માટે ટ્વિટર છોડી દઇશ-કંગના રનૌતે શા કારણે આપ્યુ આ નિવેદન

0
103
પંજાબ અને હરિયાણાના ખેડૂતો કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યાં છે. અલગ અલગ જગ્યાઓ ઉપર ધરણા અને પ્રદર્શન થઇ રહ્યાં છે. આ મુદ્દે રાજનીતિ ગરમાઇ છે અને તેવામાં જ બોલિવૂડ અભિનેત્રી કંગનાએ કૃષિ બિલ મુદ્દે નિવેદન આપ્યુ હતું.
  • કંગનાએ આપ્યુ નિવેદન 
  • તો કંગના છોડી દેશે ટ્વિટર 
  • કૃષિ બિલ પર આપ્યુ હતુ નિવેદન 
  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

કંગનાની ટ્વિટ બાદ લોકોએ તેને આડેહાથ લીધી હતી. લોકોએ તેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે ખેડૂતોને આતંકી કહ્યાં છે. આ મુદ્દે કંગનાએ 20 તારીખે ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે પ્રધાનમંત્રીજી જો કોઇ સુઇ રહ્યું હોય તો તેને જગાડી શકાય, પરંતુ જો કોઇ એક્ટિંગ કરી રહ્યું છે તો તેને ન સમજાવી શકાય. બસ આ મુદ્દે જંગ છેડાઇ ગઇ અને તેની ટ્વિટને ખેડૂત વિરોધી ગણી લેવામાં આવી હતી. 

આ મામલે કંગનાએ ફરી ટ્વિટ કરી અને તેમાં લખ્યુ કે, જે રીતે ભગવાન શ્રીકૃષ્ણની નારાયણી સેના હતી તે જ રીતે પપ્પુની પણ એક ચમ્પૂ સેના છે. જે માત્ર અફવાઓના દમ પર લડી શકે છે. જો કોઇ સાબિત કરી આપે કે મે ખેડૂતોને આતંકી કહ્યાં છે તો હું હંમેશા માટે ટ્વિટર છોડી દઇશ. 

સોનુ સૂદે આપ્યુ નિવેદન

જ્યારે સોનૂને સવાલ પૂછવામાં આવ્યો કે તેણે શા કારણે ફિલ્મ છોડી ત્યારે સોનૂએ કહ્યું કે કંગના મારી સારી મિત્ર છે તેને હું હર્ટ કરવા નથી માંગતો પરંતુ તેને એક મેઇલ મળ્યો હતો જેમાં લખ્યુ હતુ કે હવે તે આ ફિલ્મનો હિસ્સો નથી. 

આગળ સોનૂએ કહ્યું કે, કંગના ફિલ્મને ડાયરેક્ટ કરવા માંગતી હતી અને તે ઇચ્છતી હતી કે હું તેને આ કામમાં સપોર્ટ કરું. મે કંગનાને કહ્યું કે આપણે નિર્દેશક સાથે વાત કરવી જાઇએ પરંતુ કંગનાએ એવુ કંઇ પણ ન કર્યુ અને ફિલ્મનુ ડિરેક્શન કરવા લાગી. બાદમાં જ્યારે મેં ફિલ્મ જોઇ તો મારા 80 ટકા સીન કાપી નાંખવામા આવ્યા હતા જેમાં હુ વાર્તા નેરેટ કરી રહ્યો છું. 

આ બાબતે જ્યારે મેં કંગના સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે ફિલ્મને એક અલગ અંદાજમાં શૂટ કરવા માગે છે. ત્યારે મે તેને કહ્યું કે તુ મારી મિત્ર છે પરંતુ તુ જે અંદાજમાં શૂટ કરવાનુ કહી રહી છે તેમાં હું કમ્ફર્ટેબલ નથી. જૂની સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટર માટે મે હા કહ્યું હતુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here