રાજકોટમાં એસીપીનું મનસ્વી વર્તન : પોલીસની ગેરસમજનાં લીધે ઉદ્યોગપતિ હેરાન થયા

0
522

બાલાજી વેફર્સના મિહિર વિરાણી પાસે ‘પાસ’ હોવા છતાં મોટા મવા ચેકપોસ્ટે વાહન સાથે ડીટેઈન: બે કલાકે છુટકારો

રાજકોટના ટોચના ઉદ્યોગપતિ અને મેટોડામાં ફેકટરી ધરાવતા બાલાજી વેફર્સના માલિક મીહીર વીરાણીને અંદાજીત બે કલાક સુધી વાહન સાથે ડીટેઈન જેવી હાલતમાં રાખી દેવાતા સનસનાટી મચી છે. આ ઘટનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મેટોડામાં ફેકટરી ધરાવતા બાલાજી વેફર્સના મીહીર વિરાણી પાસે કલેકટરે ઈસ્યુ કરેલો પાસ હોવા છતાં સવારે 11 વાગ્ના અરસામાં મોટામવા ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા. ચેકીંગ પર રહેલા એસીપી જે.એસ.ગેડમે અટકાવ્યા હતા. પાસ દર્શાવવા છતાં વાહન સાથે ઉદ્યોગપતિને પણ ડીટેઈન જેવી હાલતમાં રાખી દીધા હતા. પોતે આવશ્યક ચીજવસ્તુના વ્યવસાય કરે છે. મેટોડામાં ફેકટરી છે, કલેકટરે પાસ ઈશ્યુ કર્યો છે જેવી દલીલ કરવા છતાં પોલીસ અધિકારી માન્યા ન હતા. આ પાસની મુદત 14મી એપ્રિલે પૂર્ણ થઈ ગઈ છે અને રીન્યુ ન થયો હોવાનું કહીને વાહન ડીટેઈન કરી લીધુ હતું.ઉદ્યોગકાર મીહીર વિરાણીએ તત્કાળ પોતાના પિતા ભીખાભાઈ વિરાણીને બોલાવ્યા હતા તેઓ ફેકટરીથી ધસી આવ્યા હતા અને વાસ્તવિકતા સમજાવી હતી છતાં વાહન છોડવા તૈયાર થયા ન હતા.

ઘટના અંગે ચોક્કસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્યની ખ્યાતનામ નમકીન કંપની બાલાજી વેફર્સનાં માલિક મિહિર વિરાણી પોતાની કાર લઈને રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલી ફેક્ટરી ખાતે સવારે ૧૧ વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા ત્યારે કાલાવડ રોડ પર આવેલ કટારીયા ચોકડી સ્થિત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન રાજકોટ શહેર એસીપી ગેદ્મ તથા સ્ટાફે તેને અટકાવીને પાસ માંગ્યો હતો. ત્યારબાદ એસીપીએ પાસ ચેક કરતા ૧૪ એપ્રિલ સુધીનો જ પાસ છે આ નહિ ચાલે અને કાર ડીટેઈન થશે તેવી વાત કરી હતી.

ત્યારબાદ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હોવાના નાતે વિરાણીએ પોતાના મોબાઈલમાં એસીપીને કલેકટરનો લેટર બતાવતા એસીપીએ પોતાના મગજ પરનો કાબુ ગુમાવીને મોટેથી ચીસો પાડીને ” ફોનનો ઘા કરી દઈશ” એમ કહીને પોતાનો કક્કો ઘૂંટવા લાગ્યા હતા અને તાલુકા પોલીસ સ્ટેશને લઇ ગયા હતા જ્યાં પણ એસીપી ગેડમ દ્વારા એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાથે બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ મિહિર વિરાણીનાં પિતા ભીખાભાઈ પણ ઘટનાની જાન થતા પોલીસ મથકે દોડી આવ્યા હતા. તેમની સાથે પણ એસીપી દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને ભીખાભાઈને પણ મોબાઈલ ફોન બારીએ મુકાવી દીધો હતો તેવી વાત ચોકકસ સુત્રો પાસેથી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય સાગથીયા પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને તેમના કહેવાથી એસીપીએ મોબાઈલ ફોન પરત કર્યા હતા.અંતે બંને પિતા-પુત્ર પર રૂઆબ છાંટી જવા દેવાયા હતા.

ACPની ભૂલ છે, DCPને તપાસ સોંપાઈ છે: પોલીસ કમિશ્નર અગ્રવાલ

સમગ્ર ઘટના અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અગ્રવાલે પણ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાસમાં ૧૪, એપ્રિલ લખેલી હતી પરનુત એ જ પાસને લોકડાઉન સુધી કાયમી કરી દેવામાં આવ્યા હતા જેથી અધિકારીની ગેરસમજ થઇ હોઈ શકે છતાં સીનીયર ઓફિસર આવી ભૂલ કરે અને આવું વર્તન કરે તે ન ચાલે. આ અંગે ડીસીપીને ઇન્ક્વાયરી સોંપાઈ છે.

એક ઉદ્યોગકાર સાથે આવું વર્તન, તો પછી સામાન્ય માણસ પર તો શુરવીર બનતા હશે ને આવા અધિકારીઓ ???

લોકડાઉન દરમ્યાન પોતાના પરિવારથી દુર રહીને પોતાના જીવની ચિંતા કર્યા વિના રાત-દિવસ ફરજ બજાવતી પોલીસનાં લોકોએ પુષ્કળ વખાણ કર્યા છે. પરંતુ આવા અધિકારીઓનું આવું મનસ્વી વર્તન પોલીસની સરહાનીય કામગીરી પર પાણી ફેરવી દે છે. જો એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને પણ ૨ કલાક જેટલા બેસાડવામાં આવે છે તો સામાન્ય માણસને તો યોગ્ય કારણથી વાહનો ડીટેઈન કરીને મનફાવે તેમ દંડ વસુલાતો હશે ને ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here