જામનગર માં રણજીતનગર-ખોડિયાર કોલોની વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમ પાલન અંગે સઘન ચેકીંગ

0
151

જામનગરના રણજીતનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન અંગે જામ્યુકો અને પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અનેક જગ્યાએ નિયમોનો ભંગ થતો હોવાનું જણાતા સ્થળ પર જ દંડની વસુલાત કરવામાં આવજી હતી. જ્યારે બેંક, મોલ જેવા સંસ્થાનોને નિયમોનું ચુસ્ત પાલન કરવા અન્યથા સ્થળ સીલ કરવાની ચેતવણી આપતી નોટીસ આપવામાં આવી હતી.

જામ્યુકોના એસ્ટેટ વિભાગના રાજભા ચાવડા, ફુડ ઇન્સ. ઓડેદરા, ડે.ડીડીઓ કિર્તન મેડમ, પંચાયતના આરોગ્ય અધિકારી, પી.એસ.આઇ. જોષી સહિતના કાંફલાએ આજે સવારે શહેરના રણજીત નગર અને ખોડિયાર કોલોની વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન અંગે કડક ચકાસણી હાથ ધરી હતી. આ વિસ્તારમાં આવેલી દુકાનો રેકડી અને ફેરીયાઓ, રેસ્ટોરન્ટ, બેંન્કસ, મોલ વગેરે સ્થાનો પર માસ્ક સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ, સ્વચ્છતા સફાઇ વગેરે બાબતોનું પાલન થાય છે કે કેમ તે અંગે ચેકીંગ કરાયું હતું.

અનેક સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા દંડાત્મક કાર્યવાહી કરી રૂા.10 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રિસ્ટલ મોલ, બેન્ક ઓફ બરોડા તેમજ અન્ય કેટલાક મોટા શોરૂમને નિયમોના પાલન માટે નોટીસ આપી સીલ મારવાની ચેતવણી આપવામાં આવી હતી.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here