રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતી વિવાદને મામલે તપાસમાં કેમ ઠાગાઠૈયા

0
179
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતી વિવાદને મામલે તપાસ ન થતા આ અંગે આજે વિવાદ મામલે કલેકટરને રજૂઆત કરાશે. કિસાન સંઘના પૂર્વ ડિરેક્ટર-પશુપાલકો આવેદન આપશે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ કરવા HCમાં અરજી થઇ છે.
 • જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતી વિવાદ
 • વિવાદ મામલે કલેકટરને કરાશે રજૂઆત
 • વહીવટદાર શાસન મુકવા કરાશે રજૂઆત

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતી વિવાદને મામલે તપાસ ન થતા આ અંગે આજે વિવાદ મામલે કલેકટરને રજૂઆત કરાશે. કિસાન સંઘના પૂર્વ ડિરેક્ટર-પશુપાલકો આવેદન આપશે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ કરવા HCમાં અરજી થઇ છે. ડેરીમાં વહીવટદાર શાસન મુકવા રજૂઆત કરાશે. ગતવર્ષનો ભાવફેર તફાવતની રકમને લઇ આવેદન આપવામાં આવશે. પશુપાલકોને હજુ ભાવફેર તફાવતની રકમ નથી અપાઇ. ભરતીમાં સગાવાદ-રૂપિયાના વહીવટનો આક્ષેપ થયો છે. 

સમગ્ર મામલે ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરિયા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રાણપરિયાએ મળતિયાઓની ભરતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જરૂર કરતા વધારે પદો માટે ભરતી કરી નાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડેરીમાં 250 કર્મચારીઓની જરૂરિયાત સામે 450ની ભરતી કરવામાં આવી છે. અને ભરતી માટે 20 લાખ રૂપિયા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં રાણપરિયાના ગામના જ 28 લોકોની ભરતી થઈ હોવાનો આરોપ છે. 

 • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
 • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
 • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

બાદ જિલ્લા પશુપાલકોમાં કરોડોનો બોજો નાખી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. ગોવિંદ રાણપરિયા 17 વર્ષથી ડેરીના ચેરમેન છે. ત્યારે ગોવિંદ રાણપરિયાની મનમાની સામે બીજા ડિરેક્ટરોનું પણ ભેદી મૌન છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કૌભાંડ મુદ્દે સત્તાધીશો હજી કેમ ચૂપ છે?. જિલ્લા રજિસ્ટાર ટી.સી.તીર્થરાણી પણ કૌભાંડ મુદ્દે ચૂપ કેમ?. રજિસ્ટાર તીર્થરાણી કેમ તટસ્થ તપાસ નથી કરાવતા?. તીર્થરાણી કેમ જવાબદારીથી દૂર ભાગી રહ્યાં છે?. વધારાની ભરતી કરી ડેરી પર કરોડોનો બોજો કેમ નાખ્યો?. સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ કેમ તપાસ નથી કરાવી રહ્યાં?. જિલ્લા રજિસ્ટાર અને કલેક્ટરને રજૂઆત છતાં કેમ તપાસ નહી?. અન્ય ડિરેક્ટરો નૈતિકતા દાખવી કેમ સામે ન આવ્યા?.

કેવી રીતે થયું કૌભાંડ?
 
સહકારી ક્ષેત્રોમાં ભરતીઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પર લાગ્યો આક્ષેપ
ભરતીમાં સગાવાદ ચલાવાતો હોવાનો આક્ષેપ
રાજકોટ ડેરીના મળતિયાઓ માલમાલ થઇ રહ્યાં છે
પૂર્વ ચેરમેનના સગા-સંબંધીઓને નોકરીમાં રાખ્યાનો આક્ષેપ
ડેરીમાં 250 કર્મચારીઓની જરૂરિયાત સામે 450ની ભરતી
વધારાના કર્મચારીઓની ભરતી કરી ડેરીને કરોડોનો ચૂનો લગાડ્યો
ભરતી માટે 20 લાખ લેવાનો પણ આક્ષેપ
પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરીયાએ કરી ભરતી
લાયકાત વિનાના કર્મચારીઓની રાણપરિયાએ કરી ભરતી
રાણપરિયાના ગામના જ 28 લોકોની ભરતી કરાઈ હોવાનો આરોપ
પ્લાન્ટ મેનેજર રમેશ સાંગાણી પૂર્વ ચેરમેનના ગામના
AGM આશિષ રાણપરીયા પૂર્વ ચેરમેનના ભત્રીજા
ટ્રાન્સપોર્ટ ચેરમેન મગનલાલ સતાસીયા પણ તેમના ગામના
સુપરવાઇઝર સંજય બાલઘા પૂર્વ ચેરમેનની સાળીનો દિકરો
ડેરીના ઓફિસર એમ.એચ.રાણપરિયા પૂર્વ ચેરમેનના કાકા
બોર્ડ સેક્રેટરી અક્ષય કોઠિયા પૂર્વ ચેરમેનના ગામના
વિભાગીય વડા સહકાર એ.જે.ધડુક પણ પૂર્વ ચેરમેનના સગા
આક્ષેપ મામલે રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘની રજૂઆત
કિસાન સંઘની રજૂઆત બાદ પણ કોઇ તપાસ નહીં

સળગતા સવાલ  

 • કૌભાંડ મુદ્દે સત્તાધીશો હજી કેમ ચૂપ છે?
 • જિલ્લા રજિસ્ટાર ટી.સી.તીર્થરાણી પણ કૌભાંડ મુદ્દે ચૂપ કેમ?
 • રજિસ્ટાર તીર્થરાણી કેમ તટસ્થ તપાસ નથી કરાવતા?
 • તીર્થરાણી કેમ જવાબદારીથી દૂર ભાગી રહ્યાં છે?
 • વધારાની ભરતી કરી ડેરી પર કરોડોનો બોજો કેમ નાખ્યો?
 • સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ કેમ તપાસ નથી કરાવી રહ્યાં?
 • જિલ્લા રજિસ્ટાર અને કલેક્ટરને રજૂઆત છતાં કેમ તપાસ નહી?
 • અન્ય ડિરેક્ટરો નૈતિકતા દાખવી કેમ સામે ન આવ્યા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here