વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ, ભાવનગરમાં 2.5 ઈંચ, ઉનામાં 2 ઈંચ, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં

0
190

ગીર પંથકમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, વીજળીના ચમકારા કેમેરામાં કેદ

  • ધોધમાર વરસાદથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા
  • ધારીના સુખપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો છે. મહુવામાં 4 કલાકમાં સાડા 3 ઈંચ અને ભાવનગરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉના, કોડીનાર, સુત્રાપાડા અને ગીર ગઢડા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. ઉનામાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

ભાવનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો છે

ભાવનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો છે

ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ
ભાવનગર જિલ્લાના 8 તાલુકાઓમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભાવનગર, મહુવા, તળાજા, જેસર, ઘોઘા, પાલિતાણા, ગારીયાધાર અને શિહોરમાં વહેલી સવારે 4 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો. 4 કલાકમાં મહુવામાં સાડા ત્રણ ઇંચ, ભાવનગરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. તળાજા, જેસર, શિહોર, ગારીયાઘાર અને ઘોઘામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે શેત્રુંજીમાં પાણીની આવક વધતાં ડેમના 20 દરવાજા 1.1 ફુટ ખોલવામાં આવ્યા છે.

સુખપુરમાં ભારે વરસાદથી મગફળીના પાથરા તણાયા, ખેડૂતોને નુકસાન

સુખપુરમાં ભારે વરસાદથી મગફળીના પાથરા તણાયા, ખેડૂતોને નુકસાન

ધારીના સુખપુરમાં 3થી 4 ઈંચ વરસાદ
અમરેલી જિલ્લાના ધારીના સુખપુરમાં અંદાજિત 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી સુખપુર ગામની બજારમાં નદી વહેતી થઈ ગઈ હતી. આ સાથે જ મગફળીના પાથરા પણ તણાયા હતા. વરસાદના પગલે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ધારીના સુખપુર, ગોવિંદપુર, વિરપુર અને ગઢિયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે.

ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં
ગીર સોમનાથ જિલ્લાના છેવાડાનું ગામ શાણાવાંકીયાથી વેરાવળ સુધી વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ પડતા શાકભાજી વાવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ ગયો છે

ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ ગયો છે

ઉનામાં વીજળીના ચમકારા કેમેરામાં કેદ થયા
ઉનામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા થતાં કેમેરામાં કેદ થયા છે.

ભારે વરસાદથી વાંકીયા ગામને જોડતા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે

ભારે વરસાદથી વાંકીયા ગામને જોડતા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે

વાંકીયા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ
ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે વાંકીયા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બેઠા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. સતત પડી રહેલા વરસાદના પગલે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. લાઠી પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા મોટા માણસાથી વાંકીયા તરફ જતા રોડ પર પાણી ફરી વળ્યાં છે. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here