વિકાસની વાતો કરતા નેતાઓ કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોના શરણે કેમ?

0
284
વિકાસની વાતો કરતા નેતાઓ ખુદ કોરોના થાય કે બીજી કોઈ બીમારી થાય તો કેમ ખાનગી હોસ્પિટલોની શરણે જાય છે શું તેમને તેમના વિકાસની વાતો પર વિશ્વાસ નથી? સરકારી હોસ્પિટલો ગરીબો માટે જ છે? બે મોઢાળા નેતાઓની કરની અને કથનીમાં કેમ ફેર છે? આવો જાણીએ કયા નેતાએ કોરોનાની સારવાર ખાનગીમાં લીધી અને કયા નેતાએ સારવાર સરકારીમાં લીધી,
  • કોરોનાકાળમાં નેતાઓને જ નથી સરકારી હોસ્પિટલ પર ભરોસો
  • કોરોના સંક્રમિત 12 નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં લીધી સારવાર
  •  32 નેતાઓમાંથી માત્ર 9 નેતાઓએ સરકારી હોસ્પિટલમાં લીધી સારવાર

કોરોનાકાળમાં નેતાઓને જ સરકારી હોસ્પિટલો પર ભરોસો રહ્યો નથી. કોરોના સંક્રમિત 12 નેતાઓએ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે. 32 નેતાઓમાંથી માત્ર 9 નેતાઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે. અન્ય 9 MLA સહિય 12 નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે. અન્ય 11 નેતાઓએ હોમ આઈસોલેશનમાં રહેવાનું પસંદ કર્યુ છે.

શા માટે નેતાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું કરે છે પસંદ? 

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

સરકારી હોસ્પિટલના શ્રેષ્ઠ સારવારના દાવાની પોલ ખુલી ગઇ છે. ત્યારે સવાલ એ થાય કે જો સારવાર શ્રેષ્ઠ છે તો નેતાઓને ખાનગી હોસ્પિટલ પ્રત્યે પ્રેમ કેમ?. સરકારી હોસ્પિટલથી નેતાઓને કેમ લાગે છે ડર? શા માટે નેતાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું કરે છે પસંદ? 

કયા નેતાઓ ગયા ખાનગી હોસ્પિટલમાં?
 
1. સી.આર.પાટીલ, પ્રદેશ પ્રમુખ, ભાજપ
2. મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા
3. જગદીશ પંચાલ, ધારાસભ્ય, અમદાવાદ
4. કાન્તિ ખરાડી, ધારાસભ્ય, દાંતા
5. હર્ષ સંઘવી, ધારાસભ્ય, સુરત
6. ચિરાગ કાલરિયા, ધારાસભ્ય, જામજોધપુર
7. ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય, વાવ
8. નીમાબેન આચાર્ય, ધારાસભ્ય, ભુજ
9. નિરંજન પટેલ, ધારાસભ્ય, પેટલાદ
10. શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી
11. ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ
12. કાંતિ બલર, ધારાસભ્ય, સુરત

સરકારી હોસ્પિટલમાં કોણે લીધી સારવાર?
 
1. હકુભા જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી
2. રમણ પાટકર, રાજ્યકક્ષાના મંત્રી
3. સી.જે.ચાવડા, ધારાસભ્ય, ગાંધીનગર
4. કિશોર ચૌહાણ, ધારાસભ્ય, અમદાવાદ
5. બલરામ થવાણી, ધારાસભ્ય, અમદાવાદ
6. ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય, અમદાવાદ
7. અભય ભારદ્વાજ, સાંસદ, રાજ્યસભા
8. ભરત પંડ્યા, ભાજપ પ્રવક્તા
9. બીનાબેન આચાર્ય, મેયર, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here