નવા 1402 કેસઃ રાજ્યમાં કુલ 1,26,169 દર્દીઓમાંથી 1,06,412 સાજા થયા, હવે માત્ર આટલા એક્ટિવ કેસ

0
94
ભારતમાં કોરોના વાયરસના કેસ 55 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 88 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો સુરત માથે કોરોના સંકટ છે તો બીજી તરફ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટ સારો છે. રોજના 200થી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.
  • 24 કલાકમાં રાજ્યમાં 62,097 કોરોનાના ટેસ્ટ કરાયા 
  • છેલ્લા 24 કલાકમાં 1402 કોરોનાના નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 62,097 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1402 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.34 ટકા છે. તો રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

4 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ 

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 1430 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1,26,169 પર પહોંચ્યો છે. તો આજે 1,321 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,355 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16,402 કેસ એક્ટિવ છે. જેમાં 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આજે 4 જિલ્લામાં 100થી વધુ દર્દીઓ સાજા થયા

આજે 1,316દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,05,091 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા થયેલ છે. આજે સૌથી વધુ સુરતમાં 281, અમદાવાદમાં 124, જામનગરમાં 130, રાજકોટમાં 152 દર્દીઓ સાજા થયા છે.

સુરતમાં છેલ્લા 11 દિવસમાં રોજના 200થી વધુ દર્દી થયા સાજા 

આજે સુરતમાં 281, 21 સપ્ટેમ્બરે 294 દર્દીઓ 20 સપ્ટેમ્બરે 286, 19 સપ્ટેમ્બરે 257, 18 સપ્ટેમ્બરે 252, 17 સપ્ટેમ્બરે 290, 16 સપ્ટેમ્બરે 293, 15 સપ્ટેમ્બરે 265, 14 સપ્ટેમ્બરે 265, 13 સપ્ટેમ્બરે 300, 12 સપ્ટેમ્બરે 277 અને 11 સપ્ટેમ્બરે 242 દર્દીઓ સાજા થયા હતા.

આજે કોરોનાના 62,097 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં આજે કુલ 62,097 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 39,24,463 ટેસ્ટ કરવામાં આવ્યા. તો આજે સુરતમાં 294 અમદાવાદમાં 185, રાજકોટમાં 150, વડોદરામાં 136, જામનગરમાં 123, મહેસાણા 32 કેસ, ભાવનગરમાં 47 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.

22/09/2020પોઝિટિવ કેસ
અમદાવાદ185
સુરત298
વડોદરા136
ગાંધીનગર52
ભાવનગર47
બનાસકાંઠા46
આણંદ5
રાજકોટ150
અરવલ્લી8
મહેસાણા32
પંચમહાલ28
બોટાદ10
મહીસાગર15
ખેડા8
પાટણ19
જામનગર123
ભરૂચ22
સાબરકાંઠા12
ગીર સોમનાથ14
દાહોદ12
છોટા ઉદેપુર5
કચ્છ33
નર્મદા6
દેવભૂમિ દ્વારકા9
વલસાડ3
નવસારી8
જૂનાગઢ35
પોરબંદર5
સુરેન્દ્રનગર12
મોરબી23
તાપી10
ડાંગ2
અમરેલી29
અન્ય રાજ્ય0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here