લોકડાઉનમાં એક કરોડથી વધુ મજૂરો પગપાળા વતન પરત ફર્યા: કેન્દ્ર

0
91

કોરોના વાયરસના પગલે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માર્ચથી જૂન ૨૦૨૦ના સમયગાળામાં પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી હતી. કેન્દ્ર સરકારે આ મામલે જવાબ આપતા જણાવ્યું કે અંદાજે એક કરોડથી વધુ મજૂરો પગપાળા વતન પરત ફર્યા હતા.


લોકસભામાં રોડ અને હાઈવેના રાયકક્ષાના મંત્રી વી કે સિંહે લેખિત જવાબમાં જણાવ્યું કે, કોવિડ ૧૯ની મહામારીને પગલે મોટાપાયે પરપ્રાંતિય મજૂરોએ વતન તરફ પ્રયાણ કયુ હતું અને મજૂરી માટે તેઓ જે રાયમાં હતા ત્યાંથી હોમ સ્ટેટમાં પરત ફર્યા હતા.


શ્રમ અને રોજગાર મંત્રાલય દ્રારા તૈયાર કરાયેલા આંકડા મુજબ ૧.૦૬ કરોડથી વધુ મજૂરો લોકડાઉન દરમિયાન પગપાળા વતન પરત ફર્યા હોવાનું મંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું હતું. કામચલાઉ માહિતી મુજબ રાષ્ટ્ર્રીય માર્ગેા સહિતના રસ્તાઓ પર ચાર મહિનામાં કુલ ૮૧,૩૮૫ અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં ૨૯,૪૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે મંત્રાલયે માર્ગ અકસમાતમાં મૃત્યુ પામનાર પરપ્રાંતિય મજૂરો માટે અલગથી આંકડા તૈયાર નથી કર્યા.


ગૃહ મંત્રાલયે સમયાંતરે રાયો અને કેન્દ્રશાસિત પ્રદેસોને મજૂરોને રહેવા, જમવા, પાણી તેમજ આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ ઉપરાંત મજૂરોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવા પણ આદેશ કરાયો હતો. મંત્રાલયે પગપાળા વતન જઈ રહેલા મજૂરોને રસ્તામાં ભોજન, પાણી, આવશ્યક દવાઓ, ચપ્પલ વગેરેની સેવા પુરી પાડવાનો પ્રયાસ કર્યેા હતો તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. તેમને વચ્ચે વિશ્રામની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ મજૂરોને તેમના ગૃહ રાયમાં પહોંચવા માટે પરિવહનની વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રની મદદથી કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે ૨૯ એપ્રિલ ૨૦૨૦ તેમજ ૧ મે ૨૦૨૦ના પરિપત્ર દ્રારા પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પરત જવા માટે બસ અને શ્રમિક ટ્રેનોનું સંચાલન કરવા આદેશ આપ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here