રાજકોટમાં 24 કલાકમાં 17ના મોત, બપોર સુધીમાં 43 કેસ પોઝિટિવ નોંધાયા, શાકભાજી વેચનારા ફેરિયાઓના ટેસ્ટ શરૂ કરાયા

0
284
  • કોરોના સુપર સ્પ્રેડર શોધવા ફરી ફેરિયાઓના ટેસ્ટ શરૂ કર્યા
  • રાજકોટમાં 983 દર્દી સારવાર હેઠળ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 17 લોકોના મોત થયાં છે. આજે 43 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 5378 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 983 દર્દી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ગઈકાલે 118 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં વધતા સંક્રમણને લઈને મનપા દ્વારા ફેરિયાઓના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે.

રાજકોટમાં શાકભાજી વેચનારા ફેરિયાઓના ટેસ્ટ શરૂ કરાયા
રાજકોટમાં કોરોના સંક્રમણ વધતાં ફરીથી શાકભાજી વેચનારા ફેરિયાઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. જયુબિલી શાકમાર્કેટ સહિત શહેરના અન્ય માર્કેટમાં કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પાછળનો ઉદ્દેશ રાજકોટમાં સુપર સ્પ્રેડરને કારણે વધી રહેલા કોરોના સંક્રમણને ડામવાનો છે.

તારીખમોતની સંખ્યા
23 સપ્ટેમ્બર17
22 સપ્ટેમ્બર19
21 સપ્ટેમ્બર21
20 સપ્ટેમ્બર21
19 સપ્ટેમ્બર23
18 સપ્ટેમ્બર25
17 સપ્ટેમ્બર31
16 સપ્ટેમ્બર26
15 સપ્ટેમ્બર39
14 સપ્ટેમ્બર31

21 મુસાફરનું ટેસ્ટિંગ કરતા એક કોરોના પોઝિટિવ
રાજકોટ મહાનગરપાલિકાએ બહારથી આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે રેલવે સાથે મળી કામગીરી શરૂ કરી છે. પુરી-ઓખા સ્પેશિયલ ટ્રેનનું રાજકોટ જંક્શન ખાતે આગમન થતા તેમાંથી 106 મુસાફર રાજકોટ ઉતર્યા હતા. આ તમામ મુસાફરોમાં શરદી, ઉધરસ કે તાવના દર્દીઓ શોધી કાઢવા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 21 મુસાફરનું એન્ટિજન કિટથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ કરતા એક મુસાફરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ઓરેન્જ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું કે સવારે 4 વાગ્યે વાત કરી હતી ત્યારે દર્દી સ્વસ્થ હતાં અને 3 કલાકમાં જ 51 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે. હોસ્પિટલ દ્વારા અમને 40 હજારનું ઇન્જેક્શન લેવા માટે કહેવામાં આવ્યું હતું અને તે જ સમયે અન્ય પરિવાજનને દર્દીનું મોત થયું હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઈને પરિવારે હોબાળો મચાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here