સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ ભારત દેશમાં પણ કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યામાં સતત વધારો જ થતો જાય છે. ગુજરાતમાં પણ આ મહામારીનો ફેલાવો થતો જાય છે ખાસ કરીને તો રાજકોટ શહેરમાં. રાજકોટમાં આવેલ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડના મેટરનિટી વિભાગમાં કુલ 81 જેટલી સગર્ભા મહિલામાંથી કુલ 15 જેટલી મહિલાઓની સફળ પ્રસુતિ કરાવવામાં આવી છે.
કુલ 13 મહિલાઓની સિઝેરિયન દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી છે. કોવિડ 19 તથા ઘણાં દર્દોથી પીડાતી સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ કરવામાં આવતા માતાઓના મો પર એક અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. આ કુલ 81 સગર્ભાઓને દાખલ કરવામાં આવી છે.
તેમાંથી તેઓ કોરોના વાયરસની સામે તો ઝઝૂમી જ રહી છે. આની સાથે જ થાઇરોડ, ડાયાબીટીસ, હાઈપર ટેંશન, બી.પી.સહિતની ઘણી બીમારીથી પીડાઈ રહી છે તથા એમની ડોક્ટરોએ સફળ પ્રસુતિ કરાવી છે. આ કિસ્સાઓમાં એક મહિલાએ તો પોણા ચાર કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.
અહી ઉલ્લેખનીય છે કે, માર્ચ માસથી લઈને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં આવેલ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ 81 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જેનાં પૈકી કુલ 15 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાંથી કુલ 13 કોવિડ પોઝીટીવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પધ્ધતિથી કરાવવામાં આવી છે.
રાજકોટની સિવિલમાં કોવિડ બિલ્ડીંગમાં એક જુદુ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં ફક્ત કોવિડના દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટમાં જ આવી સુવિધા રહેલી છે. જેમાં અદ્યતન સાધનો, મલ્ટીએરા મોનિટરીંગ સિસ્ટમ, એનેસ્થેસિયા મશીન, અત્યાધુનિક વેન્ટીલેટર સહિતની બધી સુવિધા ઉપલબ્ધ રહેલી છે. આ ઓપરેશન થિયેટરમાં અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટિવ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ 13 જેટલા સિઝેરીયન પદ્ધતિથી કરવામાં આવ્યા છે.