જામનગરનું સુભાષ શાક માર્કેટ છ માસ બાદ ફરી શરૂ, વેપારીઓમાં જામ્યો આનંદો

0
175

લોકડાઉન સમય થી બંધ રહેલ જામનગર શહેરની મોટી સુભાષ શાક માર્કેટ હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે.તંત્ર દ્વારા કોવિડ-19 ની સંપૂર્ણ ગાઈડલાઈન નું પાલન કરવાની સૂચના આપી સુભાષ શાક માર્કેટ શરૂ કરાતા વેપારીઓમાં ખુશી ની લાગણી છવાઈ છે.જો કે, શાક માર્કેટ ખોલવાનો સમય મર્યાદિત રાખવામાં આવ્યો છે. 

જામનગર શહેર ની રાજાશાહી વખત ની સુભાષ શાક માર્કેટ કોરોના કાળ વચ્ચે છ માસ અગાઉ બંધ કરી દેવાઈ હતી  અને સુભાષ શાક માર્કેટ ના વેપારીઓને જામનગર ની ભાગોળે ખુલ્લા મેદાન માં વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.ત્યારે જામનગર થી દુર. 5 કિમિ જેટલા અંતરે શાક ખરીદવા ગ્રાહકો નહિ આવતા આખરે સુભાષ શાક માર્કેટ ના વેપારીઓએ તંત્ર ને અનેક વખત રજૂઆતો કરી હતી.જેને પગલે વહીવટી તંત્ર એ આખરે સુભાષ શાક માર્કેટ શરૂ કરવા વેપારીઓને છૂટછાટો આપવામાં આવી હતી.

તંત્ર દ્વારા સુભાષ શાક માર્કેટ ના વેપારીઓને તેમજ શાક ખરીદવા આવતા ગ્રાહકોને ફરજિયાત આરોગ્ય તંત્ર ની ગાઈડલાઈન મુજબ સામાજિક અંતર અને મોઢા પર માસ્ક બાંધવા સૂચના આપવામાં આવી છે.તેમજ શાક માર્કેટ ખોલવા માટે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરાયો છે.

છેલ્લા છ માસથી આર્થિક રીતે ભાંગી પડેલા સુભાષ શાક માર્કેટ ના વેપારીઓમાં હવે ખુશી ની લહેર જોવા મળી છે.કારણ કે કેટલાક વેપારીઓનું કહેવું છે કે, માર્કેટ બંધ થતાં તેઓના ધંધા રોજગાર પર ભારે અસર પડી હતી અને પોતાનું ગુજરાન ચલાવી શકતા ન હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here