ગીર સોમનાથ જિલ્લામા મતદારોને ડુપ્લીકેટ PVC ઓળખ કાર્ડ કાઢી આપવામાં આવશે

0
59

    ગીર સોમનાથ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, દ્રારા મતદારોને ડુપ્લીકેટ PVC ઓળખ કાર્ડ આપવા અંગેની કામગીરી CSCને સુપ્રત કરવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ CSC કેન્દ્ર ખાતે સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૦૫:૩૦ કલાક (જાહેર રજા સિવાય) સુધીમાં ડુપ્લીકેટ PVC ઓળખ કાર્ડ નિયત કરેલ રકમ રૂ.૩૦/- (ત્રીસ) નક્કી કરવામાં આવેલ છે.  જેથી નક્કી કરેલ રકમથી વધુ રકમ ચૂકવવાની રહેતી નથી.


    ગીર સોમનાથ જિલ્લાની ૪ (ચાર) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૬ (છ) તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરી ખાતે કાર્યરત CSC કેન્દ્રોના મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી ડુપ્લીકેટ PVC ઓળખ કાર્ડ કાઢી આપવા અધિકૃત કરવામાં આવેલ છે.


   CSC કેન્દ્રો સિવાય અન્ય કોઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે કોઈપણ ખાનગી, સંસ્થા, દુકાન, સાઇબર કાફે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ડુપ્લીકેટ PVC ઓળખ કાર્ડ કાઢી આપવામાં આવતું હોવાનું ધ્યાને આવે તો તેની જાણ તુરંત જ સંબંધિત મામલતદારશ્રીઓ/કલેકટરશ્રીની કચેરી તેમજ પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથની કચેરી ખાતે અચૂક જાણ કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here