ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૨.૩૯ લાખ લોકોના આરોગ્યની તપાસણી

0
69

૩૨ રથ દ્રારા ૩૧૧૨ વિસ્તાર/ગામડાઓને આવરી લેવાયા

   ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્રારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં ૩૨ ધનવંતરી રથ સાથે ૧- મેડીકલ ઓફીસર, ૧- ફિમેલ હેલ્થ વર્કર, ૧- ફાર્માસીસ્ટ સહિતની ટીમ સાથે ૩૧૧૨ વિસ્તાર/ગામડાઓમાં ફરી ૨૩૯૪૮૨ લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમા તાવના દર્દી-૮૪૮૨, કફ શરદીના દર્દી-૩૩૦૮૮, ડાયાબીટીસના ૭૦૯૯, હાઈ બ્લડપ્રેસરના ૮૩૮૨ અન્ય બિમારીના ૧૭૫૮૬૮ દર્દીને સારવાર આપવામા આવી હતી. ૧૨૧૪ દર્દીને રીફર કરવામાં આવ્યા હતા. ૧૮૯ દર્દીના મેલેરીયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૨૭૬૧ શંકાસ્પદ દર્દીના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે માંથી ૧૧૦ દર્દીના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમ આરોગ્ય વિભાગ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here