ડીસાના યુવા ઉદ્યોગપતિની અનોખી સિદ્ધિ, અમદાવાદ નજીક અમેઝોનનું ફુલફિલમેન્ટ સેન્ટર કાર્યરત કર્યું

0
211

બનાસકાંઠાના જાણીતા એવા ડીસાના ઉદ્યોગપતિ બલરામભાઈ પઢીયારની કંપની દ્વારા અમેઝોનનું ફુલફિલમેન્ટ સેન્ટર અમદાવાદ નજીક કાર્યરત થતા. જે આશરે ૧ લાખ વાર એરિયામાં બનાવામાં આવેલ છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક જે ગવર્મેન્ટ એપ્રુવલ પાર્ક છે અને જે ૩૫૦ હેકટર કરતા પણ વધારે જગ્યામાં ફેલાયલો છે.
ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બાવળા ખાતે લગભગ ૬ લાખ સ્કવેર ફીટથી મોટી જગ્યામાં તૈયાર કરવામાં આવેલા સેન્ટરમાં ૫ હજારથી વધારે સ્થાનિક યુવકો અને યુવતીઓને રોજગારી મળશે. કોરોનાની મહામારી વચ્ચે ગણતરીના દિવસોમાં જ ડીસાના ઉદ્યોગપતિ એવા બલરામભાઈ પઢીયાર દ્વારા અમેઝોનને તેની જરૃરીયાત મુજબની ઈન્ફાસ્ટ્રકચર તૈયાર કરી સોંપવામાં આવ્યું. ડીસાના ઉદ્યોગપતિ બલરામભાઈ પઢીયારની કંપની દ્વારા અમેઝોનનું ફુલફિલમેન્ટ સેન્ટર અમદાવાદ નજીક કાર્યરત થતા ગુજરાતના રૃરલ વિસ્તારને ઘણો ફાયદો થશે. કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ફેસેલિટી અને સલામતી બાબતોને ધ્યાનમાં રાખીને સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે અમેઝોનનું આ સેન્ટર પોતાના રાજ્યમાં થાય તેના માટે ઘણા પાડોશી રાજ્યો દ્વારા મહેનત કરવામાં આવી હતી પરંતુ બલરામભાઇ પઢીયાર દ્વારા અમેઝોન કંપનીનુ નિર્માણ ગુજરાતમાં કરવામાં આવ્યું.
ખુદ વડાપ્રધાન દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ગેલોપ્સ ગ્રુપ દ્વારા માત્ર ૧૮૦ દિવસમાં ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ એરપોર્ટ નજીક માત્ર ૭૫ દિવસમાં સોર્ટ સેન્ટર પણ બનાવી આપવામાં આવેલ છે. તે પણ કાર્યરત થયેલ છે એમેઝોન સેન્ટર તૈયાર કરીને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દુનિયાભરમાં ઈ-બીઝનેસ ચેઇન એમેઝોન દ્વારા પોતાનો ફુલફિલમેન્ટ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ પાસે કાર્યરત કરતા અન્ય ઘણા વેપાર-ધંધા ઉધોગોને પણ તેનો સીધો કે આડકતરો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here