થરાદમાં મદદનીશ એસ.પી. પુજા યાદવે ચાર્જ સંભાળ્યો.

0
166

થરાદ : થરાદના ડી.વાય.એસ.પી.ની બદલી થતા તેમની જગ્યાએ મદદનીશ એસ.પી. તરીકે મુકવામાં આવેલા આઇ.પી એસ. મહિલા અધિકારી પુજા યાદવે સોમવારે થરાદ વિભાગીય પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. થરાદના ડી.વાય. એસ.પી. એસ. કે. વાળા અને પી.આઇ. જે.બી.ચૌધરી દ્વારા મોમેન્ટો આપી આઇ.પી.એસ. નું સ્વાગત કરવામાં આવ્યું હતું. થરાદના પત્રકાર હાજાજી રાજપુત દ્વારા પણ આઇ.પી.એસ.નું સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ પોલીસ મથકમાં સૌપ્રથમ વખત આઇ.પી.એસ. તરીકે મહિલા ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. બનાસકાંઠાના સંવેદનશીલ ગણાતા થરાદ વિસ્તારમાં આઇ.પી.એસ. પોલીસ ઓફિસરની નિમણૂક કરવામાં આવતાં આનંદીત થયેલા પ્રજાજનોને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં થતી વિદેશી દારૂની હેરાફેરી પર લગામ આવવા ઉપરાંત પંથકમાં છાશવારે બનતા વાહન ચોરી, ઘરફોડ ચોરી, દેવ મંદિર ચોરી જેવા ચોરીના બનાવો અને ખેડૂતો સાથેની તફડંચી સહિતની ગુનાખોરીની ઘટનાઓ પણ ઓછી થશે. તથા નગરના મુખ્ય બજારમાં વર્ષોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે તેવી આશા અને અપેક્ષા પ્રજાજનોને મહિલા અધિકારી પાસે ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ગત ૨૦ સપ્ટેમ્બર રવિવારના રોજ પુજા યાદવનો જન્મદિવસ હોવાથી સરહદી પંથકના પ્રજાજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખોબલે ખોબલે શુભેચ્છાની સરવાણી પણ વહાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here