સરકાર નારાજ ! જયંતિ રવિ- નેહરાને સાઈડલાઈન કરાયા, જાણો શું છે હકીકત

0
487

અમદાવાદ શહેરમાં કોરોના સામેની જંગમાં શહેર વતી કપ્તાની કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સેલ્ફ ક્વૉરન્ટાઇન થયા છે. કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી નહેરાએ આકરે આ પગલું ભર્યુ છે. નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમની જગ્યાએ IAS મુકેશ કુમારને અમદાવાદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજ્યસરકારે અધિકારીઓને નવી જવાબદારી આપી

વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.

અમદાવાદ મનપાના કમિશનર થયાં સેલ્ફ ક્વોરેન્ટાઇન

ગુજરાતમાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરાતું જાય છે. તંત્ર દ્વારા બેકાબૂ બનેલા કોરોનાને કંટ્રોલ કરવા માટે દિવસ અને રાત મહેનત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક મહત્વની ઘટના બની છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરા પોતે સેલ્ફ ક્વોરેન્ટાઇન થયાં છે.

ઉલ્લેખનીય છે કે, મનપા કમિશનર નેહરા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા સેલ્ફ ક્વોરન્ટાઇન થયાં છે. ત્યારે હવે અમદાવાદની કમાન IAS મુકેશ કુમારના હાથમાં સોંપવામાં આવી છે. IAS મુકેશ કુમારને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો વઘારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાલ તેમની નિમણૂંક વિશેષ અધિકારી તરીકે કરવામાં આવી છે.

જ્યંતિ રવિનું કદ વેતરી કાઢ્યું

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા આરોગ્ય વિભાગથી રૂપાણી સરકારે નારાજ થઈ છે. જેથી આજે સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં છે તેમ કહી શકાય. પંકજ કુમાર જે હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય દિવસોથી ચર્ચા થઈ રહી હતી કે રાજ્ય સરકાર આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની કામગીરીથી નાખુશ હતાં. આ મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચુપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here