UGCની મંજૂરી વગર TISSએ સૌરાષ્ટ્રમાં બી.વોક.નો અભ્યાસક્રમ 6 વર્ષ ચલાવ્યો

0
133
  • રાજકોટની દ્રોણા ફાઉન્ડેશન સાથે વિવાદ થતા ભોપાળું છતું થયું
  • દેશમાં 270 સ્થળ પર કેન્દ્ર ખોલી બી.વોક.નો અભ્યાસક્રમ શરૂ કરી દેવાયો હતો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કમાં દેશની તમામ યુનિવર્સિટીમાં 34મું સ્થાન ધરાવતી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સે 2013-14માં બી.વોક.નો અભ્યાસક્રમ શરૂ કરી 6 વર્ષ સુધી યુજીસીની મંજૂરી વગર ચલાવ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટમાં 2016થી બી.વોક.ના અભ્યાસક્રમનું કેન્દ્ર ચલાવતી દ્રોણા ફાઉન્ડેશનને ટીઆઇએસએસના સત્તાધીશો સાથે વિવાદ થયા બાદ સમગ્ર ભોપાળું છતું થયું હતું. ટીઆઈએસએસ દ્વારા દેશભરમાં આવા 270 જેટલા કેન્દ્ર પર બી.વોક.નો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને તેમાં અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે પરંતુ યુજીસીની મંજૂરી ન હોવાથી વિદ્યાર્થીઓની ફી અને ત્રણ વર્ષ બગડશે. રાજકોટના દ્રોણા ફાઉન્ડેશનના સંચાલક પ્રતિક જોશીએ જણાવ્યું હતું કે, અમે બી.વોક.નો અભ્યાસક્રમ 2016થી ચલાવતા હતા અને અત્યાર સુધીમાં 93 વિદ્યાર્થી પાસ થઇને ડિગ્રી મેળવી ચૂકવ્યા છે અને ચાલુ વર્ષમાં હજુપણ બીજા અને ત્રીજા વર્ષના 168 વિદ્યાર્થી અમારી પાસે ભણે છે. દરમિયાનમાં ગત માર્ચ માસમાં આ અભ્યાસક્રમની ટીઆઈએસએસ પાસે યુજીસીની માન્યતા ન હોવાનું જાણવા મળતા અમે અભ્યાસક્રમ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો.

એક સેમેસ્ટરની રૂ. 15 હજાર ફી ઉઘરાવાય છે
ટીઆઇએસએસ દ્વારા વિદ્યાર્થી દીઠ એક સેમેસ્ટરના રૂ.15 હજાર ફી ઉઘરાવવામાં આવે છે એટલે છ સેમેસ્ટરના એક વિદ્યાર્થીની ફી રૂ.90 હજાર થાય છે. હવે આખો
અભ્યાસક્રમ ઓનલાઇન કરી નાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે અગાઉ કરોડો રૂપિયાની ફી આપી માન્યતા વગરના અભ્યાસક્રમ ભણી ચૂકેલા વિદ્યાર્થીઓના ભાવિનું શું? તેવો સવાલ ઉઠ્યો છે.

AICTE અને UGC વચ્ચે અમે ફસાઇ ગયા
બી.વોક.નો અભ્યાસક્રમ શરૂ કરવા અમને એઆઇસીટીઇએ ગ્રાન્ટ આપી હતી, પરંતુ અમે યુજીસીની મંજૂરી લીધી ન હતી. જેથી અમે યુજીસી અને એઆઇસીટીઇ વચ્ચે ફસાઇ ગયા હતા. હવે આ વર્ષે યુજીસીએ બી.વોક.નો અભ્યાસ ઓનલાઇન ચલાવવા મંજૂરી આપી છે. > નીલા દબીર, ડીન, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ

યુનિ.એ કહ્યું, અમારે ટ્રસ્ટી સાથે નાણાકીય ગૂંચ છે
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના વર્ટિકલ હેડ સ્નેહા બજાજ સાથે અમે વાત કરી હતી ત્યારે તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમારે રાજકોટની દ્રોણા ફાઉન્ડેશન સાથે નાણાકીય વિવાદ છે ત્યારે વાસ્તવિકતા એ છે કે અમે વિદ્યાર્થીઓએ ચલણથી ફી સીધી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સને ભરી છે. બીજુ કે દ્રોણા ફાઉન્ડેશનના સંચાલક પ્રતિક જોશીએ અમને આર.કે.યુનિવર્સિટીમાં એડમિશન લઇ આપવાની ખાતરી આપી છે ત્યારે અત્યાર સુધી ટીઆઇએસએસનો માન્યતા વગરનો અભ્યાસ કર્યો તે ભવિષ્યમાં માન્ય ગણાશે ખરો? તેવી ચિંતા અમને કોરી ખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here