સોનાનાં ભાવ બે મહિનાનાં નિમ્ન સ્તરે, એક અઠવાડિયામાં જ ચાંદી 9000 રૂપિયા સસ્તી થઈ

0
314

આજે ભારતમાં સોનાં અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હતો. MCX પર ઓક્ટોબરમાં સોનાંના વાયદામાં પાંચ દિવસમાં ચોથી વખત ઘટાડો થયો હતો. આજે તે 0.27 ટકા નીચે 49771 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તો MCX પર ચાંદી વાયદા 0.5 ટકા ઘટીને 59329 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. ફેસ્ટિવ સિઝનની ઠીક પહેલાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા અને વધતી જતી બેરોજગારીને કારણે સોનાંના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગત સત્રમાં સોનાની કિંમતો 0.64 ટકા એટલે કે 300 રૂપિયા વધી હતી, જ્યારે ચાંદી 1.8 ટકા એટલે કે 1060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધી હતી. ભારતમાં આ અઠવાડિયામાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયામાં જ સોનું 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંજી 9000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ છે.

એક્સપર્ટ જણાવે છે કે, અમેરિકી પ્રોત્સાહન પેકેજમાં વિલંબ, અમેરિકામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસની નિમણૂક પર રાજનીતિક તકરાર, પ્રમુખ અર્થવ્યવસ્થાઓથી મિશ્રિત આર્થિક ડેટા, યુએસ-ચીનના તણાવ અને બ્રેક્સિટની અનિશ્ચિતતાઓને કારણે સોના અને ચાંદીની કિંમતો પ્રભાવિત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here