કોરોનાગ્રસ્ત માટે ખરીદાયેલા વેન્ટિલેટર્સના અડધા પણ ઈન્સ્ટોલ કરાયા નથી, સરકારી આંકડાએ જ ખોલી પોલ

0
130
કોરોના વેન્ટિલેટર્સને લઇ સરકારી ડેટામાં ખુલાસો થયો છે. ખરીદાયેલા 60 હજાર 948 વેન્ટિલેટર્સમાંથી 23 હજાર 699 જ ઇન્સ્ટોલ કરાયા છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા ડેટામાં માહિતી સામે આવી છે.
  • કોરોના વેન્ટિલેટર્સને લઇ સરકારી ડેટામાં ખુલાસો
  • ખરીદાયેલા 60 હજાર 948 વેન્ટિલેટર્સમાંથી 23 હજાર 699 જ ઇન્સ્ટોલ કરાયા
  • કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા ડેટામાં માહિતી આવી સામે
  • ખરીદાયેલા વેન્ટિલેટર્સમાંથી મોટાભાગનો નથી થયો ઉપયોગ

ખરીદાયેલા વેન્ટિલેટર્સમાંથી મોટાભાગનો ઉપયોગ ન થયો હોવાનો ખુલાસો સરકારી આંકડામાં થયો છે. એક તરફ અનેક રાજ્યોમાં વેન્ટિલેટરની કમી હોવાની બુમરેગ સંભળાય છે. બીજી તરફ સરકારી આંકડા કંઈક અલગ ચિત્ર દર્શાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના આંકડા અને વાસ્તવિક્તા અનેક શંકાઓ ઉપજાવે તેવી છે. આંકડા કહે છે કે ખરીદાયેલા 60 હજાર 948 વેન્ટિલેટર્સમાંથી 23 હજાર 699 જ ઇન્સ્ટોલ કરાયા છે.

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે ઓક્સિજનના પુરવઠાની અછત હોવાની બુમો પાડી હતી.  તેમજ તેમણે વધારે જથ્થો રાજસ્થાન અને ઉત્તરપ્રદેશને મોકલાતો હોવાની વાત પણ કરી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બધા રાજ્યોને આદેશ આપ્યો છે કે ઓક્સિજન (Oxygen) લઇ જતા વાહનોને કોઇ રોકટોક વગર જવા દેવામાં આવે, કારણ કે કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની ભૂમિકા મહત્વની છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here