હવે સર્કસ પણ ઓનલાઈન : 19 વર્ષ જુનુ સર્કસ ‘બુક માય શો’ પર થશે રિલીઝ

0
119

મુંબઈ કોરોના મહામારીને પગલે હવે તમામ મનોરંજન ઓનલાઈન થયું છે. અગાઉ થિયેટરમાં ફિલ્મો જોવાનો આનંદ હવે ઓટીટી પ્લેટફોર્મમાં રુપાંતરીત થયો છે. તો હવે સર્કસ પણ પ્રથમ વખત ઓનલાઈન જોવા મળશે. મુંબઈનું છેલ્લા 19 વર્ષથી પ્રદર્શિત થતું ‘રેમ્બો સર્કસ’

ભારતનું પ્રથમ ઓનલાઈન રજૂ થનાર સર્કસ બનશે. એક કલાક લાંબુ આ સર્કસ બુક માય શો પર રજૂ થશે. સામાન્ય સર્કસની જેમજ ઓનલાઈન સર્કસમાં દોરડા પર ભજવવામાં આવતો કાર્યક્રમ, જાદુગર અને જોકર પણ જોવા મળશે. જો કે અગાઉ લાઈવ જોવા મળતું સર્કસ ઓનલાઈન રેકોર્ડેડ અને એડીટ કરેલ જોવા મળશે.

સર્કસના આર્ટીસ્ટો પણ ખુશ છે. સર્કસ સાથે શરુઆતથી જ જોડાયેલા બૈજુ પુષ્પકરણે (ઉ.51) જણાવ્યું હતું કે મોટાભાગના આર્ટીસ્ટ તેમના વતન જવાની તૈયારીમાં હતા પરંતુ બે મહિના પહેલાં લક્ષ્ય લાઈવ એક્સપીરીયલન્સીસ તથા પ્રોડકશન ક્રુ એન્ટરટેઇનમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા અમને આ ઓફર કરવામાં આવી હતી. અમારા માટે તો આ ભગવાને મોકલેલી તક સમાન હતી. અમે ફરીથી પફોર્મ કરવા માટે ઉત્સુક છીએ.

સામાન્ય રીતે ટેન્ટ ઉભું કરવામાં તથા મેદાન તૈયાર કરવામાં 3-4 દિવસનો સમય અને 100 જેટલા શ્રમિકોની મદદ લેવામાં આવતી હોય છે પરંતુ આ ઓનલાઈન પ્રોજેક્ટ માટે માત્ર 24 જણાની મદદથી ટેન્ટ તૈયાર થઇ ગયો અને મેદાન તૈયાર કરવામાં માત્ર એક જ દિવસનો સમય લાગ્યો હતો. આર્ટીસ્ટને શો માટે 15 દિવસની તાલીમ આપવામાં આવી હતી. જ્યારે શુટીંગ માત્ર 2-3 દિવસમાં જ આટોપી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here