જાયે તો જાયે કહાં…. જેવી દર્દીની હાલત : તંત્ર કહે છે કે, બેડ ખાલી છે, હોસ્પિટલનો ઇનકાર

0
187

રાજકોટનું સરકારી તંત્ર કહે છે કે, કોરોના ના દર્દી માટે બેડ ખાલી છે તો સામે હોસ્પિટલો દ્વારા ઇનકાર થઈ રહ્યો છે કે જગ્યા નથી. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કોરોના ની પરિસ્થિતિ નો સુધારો સરકારી ચોપડે થઈ ગયો છે ખુદ તંત્ર કહે છે કે રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં બેડ મળી જશે. આજે ન્યુઝ અપડેટ્સ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી અને તમામ હોસ્પિટલોમાં જ્યારે તપાસ કરવામાં આવી તો વાસ્તવિક ચિત્ર બનાવ્યું છે કે એકાદ બે હોસ્પિટલ ને બાદ કરતા બાકીની તમામ હોસ્પિટલો ના મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અત્યારે જગ્યા નથી…??


ન્યુઝ અપડેટ્સ ના રિયાલિટી ચેક માં એક વાસ્તવિકતા પણ સામે આવી કે , દર્દી પાસેથી ફીના નામે લૂંટ ચલાવતી હોસ્પિટલોમાં જગ્યા છે પરંતુ ત્યાં યોગ્ય સારવાર કરવા માટે આપને પણ સુવિધા નથી. શહેરની વોકાર્ડ કોવિડ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર માટે અપૂરતો સ્ટાફ છે. આ વાસ્તવિકતા કે તંત્ર પોતે પણ વાકેફ છે. વોકહાર્ટ હોસ્પિટલમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આવતીકાલના મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે તમારા દર્દીની લઇને ડોક્ટર પાસે બતાવી જાઓ ત્યાર બાદ નક્કી કરવામાં આવશે કે નહીં એમને  એડમીટ કરવા કે કેમ…?? દર્દીના અલગ-અલગ રિપોર્ટના બહાના હેઠળ લાખો રૂપિયાનું બિલ ફટકારવા આવી હોસ્પિટલ સામે તંત્ર પણ કેમ છે તે અંગે સવાલો ઉભા થયા છે.


એક તરફ તંત્ર એવું કહે છે કે શહેરમાં કોરોના ની સ્થિતિમાં સુધારો છે અને ખાનગી હોસ્પિટલમાં ૨૩૯ બેડ ખાલી હોવાનો દાવો આજે હોસ્પિટલ મેનેજમેન્ટે પોકળ સાબિત કરી બતાવ્યો હોય તેવો તાલ સર્જાયો છે.
આ રિયાલિટી ચેક માં ઉદય,પરમ, શ્રેયસ,એચ સી જી, સેલસ,જયનાથ,જીનીસીસ, વોકાર્ડ, સૌરાષ્ટ્ર કોવિડ, સત્કાર આ હોસ્પિટલમાં એક પણ બેઠક ખાલી નથી અને આ વાતને કંટ્રોલ રૂમે પણ સમર્થન આપ્યું છે. કન્ટ્રોલ રૂમના ચોપડામાં પણ આ હોસ્પિટલો અત્યારની હાલત ભરચક બતાવે છે.

દર્દીને લૂંટતી વોકહાર્ટમાં સારવાર માટે સ્ટાફ નથી..!!


વોકાર્ડ દ્વારા ચાલતી કોવિડ હોસ્પિટલ માં દર્દીઓની સારવાર માટે પૂરતો સ્ટાફ નથી. આ વાતની સ્પષ્ટતા કરવાના બદલે તેમાંથી છટકબારી હોસ્પિટલ તંત્રએ સુંદર રીતે ગોઠવી છે જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ થવા માટેની ઇન્કવાયરી કરે છે ત્યારે મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા સ્વજનની ફાઈલ લઈને અહીં ઇમર્જન્સીમાં બધા આવી જાઓ. અમારા ડોક્ટરોની ટીમ ફાઈલ પરથી નક્કી કરશે કે દર્દીની હાલત શું છે..? તબીબોના અભિપ્રાય બાદ આગળની સારવાર શરૂ થશે. માત્ર એક અભિપ્રાય લેવા માટે પણ દર્દીઓને ઈમરજન્સી પેટે ચૂકવવી પડે છે.
 

૨૩૯ ની સામે ખાલી ૭૦ જેટલા બેડ..!


ગઈકાલે સરકારી તંત્ર દ્વારા એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે ખાનગી હોસ્પિટલોમાં ૨૩૯ બેડ ખાલી છે ત્યારે આજે ન્યુઝ અપડેટ્સ દ્વારા આ મુજબનો સર્વે થતાં જેની સામે માત્ર ૭૦ જેટલા બેડ ખાલી બતાવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here