જેતપુર તાલુકા પંચાયતમાં “રંગ બરસે”: પાન -મસાલા રસિકોએ દીવાલો રંગી

0
327

હાલમાં કોરોના મહામારીનો કપરો સમય સૌ નાના મોટાને સ્વચ્છતાના પાઠ ભણાવી રહ્યો છે.કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે મોઢે માસ્ક નહી પહેરવા બદલ તેમજ જાહેરમાં થુંકવા બદલ હાજરોના દંડની જોગવાઈ છે. પણ અહીં જેતપુર તાલુકા પંચાયતની કચેરીની જૂની બોલ્ડીંગમાં જાણે આ બાબતની કોઈ જ ગંભીરતા ના હોય તે રીતે કચેરીની દીવાલો પર પાન/મસાલાની ગંદી પિચકારીઓ સ્વચ્છતા જળવણીની પોલ ઉઘાડી રહી છે. કચેરીની મુલાકાત લેતા મુલાકાતીઓ અને રોજ અહીં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ ગંદી દીવાલો પાસેથી પસાર થતા કઈ રીતે આવી ગંદકી સહન કરતા હશે? તેસવાલ થવો સ્વાભાવિક છે.


કોરોના વાયરસને ફેલાવવામાં તેમજ તેમના વાયરસને કલાકો સુધી જીવતા રાખતી થૂંકની લાળ આવી જ રીતે કે જ્યાં વધુમાં વધુ લોકોની અવરજવર હોય તેવા જાહેર સ્થળોની દીવાલો પર ગંદકી કરતી હોય તો લોકોમાં અન્ય બીમારી અને કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતાઓ ઘણી વધારી દયે છે.


જાહેર સ્થળ અને સરકારી કચેરીઓમાં થુંકનારને દંડની જોગવાઈ હોવા છતાં આ હદ સુધી ગંદકી ફેલાય જાય છતાં કોઈ પગલાં ના લેવાય તો તંત્રની સ્વચ્છતા જાળવણી ઉપર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

અહેવાલ- રાહુલ વેગડા, જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here