રાજ્યની આરટીઓ કચેરીઓએ 18 વર્ષથી ઓછી વયના 3.69 લાખ લોકોને લાઈસન્સ આપી દીધાં

0
144

કેગના રીપોર્ટમાં એવું પણ જણાયું છે કે લઘુતમ લાયકાત ધોરણ-8 પાસ નહીં ધરાવતા લોકોને 95 લાયસન્સ ઇસ્યુ કરાયા હતા.

  • આરટીઓ કચેરીમાં વ્યાપક ગેરરીતિ, ખોટા અર્થઘટન અને અનિયમિતતા કેગના રિપોર્ટમાં બહાર આવી
  • 50 કરોડની કિંમતની 1 લાખથી વધુ પહોંચો કચેરી સમય વિનાના સમયમાં ફાટીઃ શૈક્ષણિક લાયકાત વિના 95 લોકોને લાઈસન્સ અપાયાં

રાજ્યની આરટીઓ કચેરી દ્વારા નિયમ વિરૂદ્ધ 18 વર્ષથી ઓછી ઉંમરના 3.69 લાખ લોકોને મોટરસાયકલ વિધાઉટ ગીયરના ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેવાયાની ગંભીર ટીકા કેગના રીપોર્ટમાં કરાઈ છે.

રીપોર્ટમાં જણાવ્યું છે કે મોટરવાહન અધિનિયમની જોગવાઇઓ અનુસાર 16થી 18 વર્ષની ઉંમરની વ્યક્તિને મોટરસાયકલ વિથ એન્જિન કેપેસિટી નોટ એક્સીડિંગ 50 સીસી એવી છાપ સાથેના ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાય છે પરંતુ આરટીઓ કચેરીઓએ મોટરસાયકલ વિધાઉટ ગીયર શબ્દ સાથે 3,69,260 લાયસન્સ આપ્યાં હતા.

રીપોર્ટમાં એવું પણ જણાયું છે કે લઘુતમ લાયકાત ધોરણ-8 પાસ નહીં ધરાવતા લોકોને 95 લાયસન્સ ઇસ્યુ કરાયા હતા. જ્યારે 50.47 કરોડની કિંમતની 1.07 લાખ રોકડની પહોંચો કચેરી સમય વિનાના સમયમાં ફાટી છે.

લાઈસન્સધારકો પાસેથી ખોટી રીતે વધારાના 400 રૂપિયા વસૂલાતા હોવાનું ખૂલ્યું
કેગે નોંધ્યું કે સારથી 4.0 સોફ્ટવેર લાયસન્સ માટે આપોઆપ ડ્રાઇવિંગ લાયસન્સ અને સ્માર્ટ કાર્ડના 1350 રૂપિયાની ગણતરી કરે છે. જો અરજદાર લર્નિંગ લાયસન્સની ટેસ્ટ પાસ કરી ન શકે ત્યારે નવેસરથી અરજી કરે ત્યારે આ ફરી બંને ફી ભરવી પડે છે. આમ દરેક અરજી વખતે 400 રૂપિયાની વધારાની રકમ વસૂલવી જોગવાઇને અનુરૂપ નથી.

ઇ-ચલણ મોડ્યુલ સામે કેગે શંકા વ્યક્ત કરી
કેગે ઇ-ચલણના મોડ્યુલ સામે શંકા વ્યક્ત કરીને છે કે ચલણમાં વાહન નંબર- ચેસીસ નંબરનંખાયા નથી આથી 53.37 લાખનો દંડ વસૂલ થઇ શકે તેમ નથી. કારચાલકને હેલ્મેટ ન પહોરવાના મેમો અપાય છે.

52,474 વાહનો બેથી વધુ RTOમાં નોધાયા
વાહનોની નોંધણીની બાબતમાં પણ વ્યાપક ગેરરીતિ જોવા મળી હતી. 52,474 વાહનો બે કે તેથી વધુ આરટીઓ કચેરીમાં નોંધાયેલા હતા. કચેરીઓએ વાહનોના સ્થળાંતર માટે એનઓસી આપ્યા હતા પરંતુ નોંધ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here