કોરોના વેક્સીનને લઇને ભારત માટે મોટા સમાચાર, આ શહેરની સરકારી હોસ્પિટલમાં પહેલી વાર મનુષ્ય પર પરીક્ષણ

0
261
કોરોના વેક્સીનને લઇને સૌથી મોટા રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇની કેઇએમ હોસ્પિટલમાં ઑક્સફોર્ડ દ્વારા બનાવામાં આવી રહેલી વેક્સીન કોવિશીલ્ડનું મનુષ્ય પર પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણ ત્રણ લોકો પર શનિવારે કરવામાં આવશે. KEM સરકારી હોસ્પિટલ છે અને મુંબઇની પહેલી હોસ્પિટલ છે જ્યાં કોઇપણ પ્રકારની વેક્સીનનું મનુષ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

KEM હોસ્પિટલના ડીન દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ડીન દ્વારા જણાવામાં આવ્યું કે વેક્સીન માટે કુલ 13 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ત્રણ લોકોને પરીક્ષણ માટે પસંદ કરવામાં આવ્યાં છે. 

આ વેક્સીન ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. તેનું નામ કોવિશીલ્ડ છે. તે સિવાય એક બીજા વ્યક્તિને માનક પરીક્ષણ હેઠળ પ્લેસબો આપવામાં આવશે. 

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

આ વેક્સીનને પૂનાના સીરમ ઇંસ્ટિટયૂટ બનાવી છે. આ વેક્સીનનું આજે એટલે કે શનિવારે ત્રણ લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. જો કે આ પહેલા પ્રસિદ્ધ દવા કંપની જૉનસન એન્ડ જૉનસને કોરોના વાયરસ વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

કંપનીએ જણાવ્યું કે વેક્સીનના શરૂઆતમાં ઘણા સારા પરિણામ આવ્યા અને ત્રીજા તબક્કામાં આ વેક્સીનનું 60,000 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. આ માટે અમેરિકા અને બાકી દુનિયામાં 200 જેટલી જગ્યા પસંદ કરવામાં આવી છે. આ જોનસન એન્ડ જોનસન દુનિયાની દસમી એવી વેક્સીન છે, જે મનુષ્ય પરીક્ષણના સ્તર સુધી પહોંચી ગઇ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here