જેતપુરમાં આખરે કોરોનાની એન્ટ્રી,અમદાવાદ સારવાર લઈ રહેલા જેતપુરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ

0
780

તા.11, રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં કૉરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે જેતપુરના જુનાગઢ રોડ પર દેવયાની એપાર્ટમેન્ટ પાસે રહેતા 32 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

વિગત અનુસાર લીવરની બીમારી હોવાથી અમદાવાદ સારવાર લીધેલી હતી સારવાર બાદ અમદાવાદથી પરત ફરતા યુવકને કોરોન્ટાઇન કરાયો હતો અને જેતપુર તંત્ર દ્વારા રેગ્યુલર ચેકઅપ કરવામાં આવતું હતું

હાલ આ યુવક અમદાવાદ સારવાર હેઠળ છે જેમના રીપોર્ટ અનુસાર કોરોના પોઝોટિવ આવતા આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા યુવક જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે અને તે યુવક તેમના જે પરિવારના બે સભ્યોને મળ્યો હતો તે બે વ્યક્તિ સહિત સારવાર અર્થે જે એબ્યુલન્સમાં અમદાવાદ લઈ ગયેલ હતા તે એબ્યુલન્સ ડ્રાઇવરને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

(અહેવાલ: મયુર સરવૈયા -જેતપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here