રાજકોટમાં 24 કલાકમાં 15ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 8352 પર પહોંચી, રાજ્યસભા MP અભય ભારદ્વાજની સારવાર માટે સુરતથી ટીમ આવશે

0
156
  • રાજકોટમાં હોમ આઈસોલેશનની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે
https://ea13825217021335dfe85c9bce5dd0ea.safeframe.googlesyndication.com/safeframe/1-0-37/html/container.html

રાજકોટમાં તંત્રના ચોપડે કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો થયો હોવાનું નોંધાયું છે. રાજકોટમાં 24 કલાકમાં 15નાં મોત થયા છે. શુક્રવારે નવા 148 કેસ નોંધાયા હતાં. જ્યારે દૈનિક 25થી 35 વચ્ચે રહેતો મૃત્યુદર ઘટીને 12 થયો હતો. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કોરોના કેસ 8352 થયા છે. રાજકોટમાં હોમ આઈસોલેશનની સંખ્યા પણ ધીરે ધીરે ઘટી રહી છે અને રિકવરી રેટ વધી રહ્યો છે. સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને હોસ્પિટલ જવું ન પડે તે માટે રાજકોટ મનપા હવે ફેબી ફ્લૂ નામની એક દવા સરકાર પાસેથી મંગાવી રહી છે. જે કોરોનામાં અસરકારક હોવાનું માલૂમ પડ્યું છે. અભયભાઈ ભારદ્વાજ હજુ પણ ગંભીર છે અને એક્મો પર છે. વિવિધ તપાસ માટે આજે ફરી સુરતના ડો. સમીર ગામી સહિતની ટીમ રાજકોટ આવશે.

ફેબી ફ્લૂ નામની દવાનો કોર્સ કોરોનામાં રાહત આપે છે
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા અનુસાર ફેબી ફ્લૂ નામની દવાનો કોર્સ કોરોનામાં ઘણી રાહત આપે છે. 5 દિવસ દરમિયાન દર્દીને કુલ 10,000 એમજીનો કોર્સ કરવાનો રહે છે, આ દવાઓ મોંઘી છે, પણ દવાખાનામાં સારવાર કરતા તો સસ્તી જ પડશે અને લોકોને વધુ સારી સારવાર માટે તે માટે દવાઓ આપવામાં આવશે.

રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 5656 કેસ
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 5656 લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે, તેમાંથી 980 દર્દી હજુ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 95 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 4386 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 450થી વધુ એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.

તારીખમોતની સંખ્યા
26 સપ્ટેમ્બર15
25 સપ્ટેમ્બર12
24 સપ્ટેમ્બર16
23 સપ્ટેમ્બર17
22 સપ્ટેમ્બર19
21 સપ્ટેમ્બર21
20 સપ્ટેમ્બર21
19 સપ્ટેમ્બર23
18 સપ્ટેમ્બર25
17 સપ્ટેમ્બર31
16 સપ્ટેમ્બર26
15 સપ્ટેમ્બર39
14 સપ્ટેમ્બર31

મનપાએ 52602 ઘરમાં સર્વે કરી 37 શરદી, તાવના દર્દી શોધ્યા
રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના સંક્રમણ અટકાવવા માટે 1031 સર્વેલન્સની ટીમ બનાવી છે. આ ટીમે 52602 ઘરમાં સર્વેની કામગીરી કરી 37 લોકોને શરદી, ઉધરસ, તાવનાં લક્ષણો દેખાતાને શોધી કાઢ્યા છે અને સારવાર શરૂ કરી છે. આગામી દિવસમાં જો કોઇને કોરોનાના લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરવામાં આવશે. મનપાના 232 ધન્વંતરી રથ કાર્યરત છે તેમાં 11617 લોકોએ લાભ લીધો હતો, જ્યારે મનપાના આરોગ્ય કેન્દ્ર પર 2593 લોકોની ઓ.પી.ડી. નોંધાઇ હતી. 104ની સેવાનો લાભ લેવા માટે 192 ફોન આવ્યા હતા અને તેમના ઘરે જ સારવારની સેવા પૂરી પાડવામાં આવી હતી.

રાજકોટની કેન્સર હોસ્પિટલમાં કોરોનાની અદ્યતન સારવાર
રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે પી.ડી.યુ ઉપરાંત વધારાની સરકાર સંચાલિત હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કેન્સર કેર સેન્ટર ખાતે પણ 200 બેડની અદ્યતન સારવાર સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. કેન્સર કેર સેન્ટર સ્થિત કોરોના હોસ્પિટલમાં આજે 79 વર્ષના વૃદ્ધ ડાયાબિટીસ સહિતની બીમારી હોવા છતાં કોરોના મુક્ત થયા છે. અન્ય એક મહિલા દર્દી સહિત રાજકોટના 3 સિનિયર સિટિઝન્સ કોરોનાની અદ્યતન સારવાર બાદ સાજા થતા ઘરે પરત ફર્યા હતા.

PPE કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા
સમરસ કેર સેન્ટરમાં 8 દિવસની સારવાર લીધા બાદ કોરોનાને મ્હાત આપનારા ગોંડલ તાલુકાના રીબડા ગામના રહેવાસી કિશોરભાઈ મકવાણાએ કહ્યું હતું કે, મને કોઈ પ્રકારની તકલીફ નહોતી પરંતુ પિતાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારના તમામ સભ્યોના કોરોના રિપોર્ટ કરવા માટે મોવિયા આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવી. અને 4 તારીખે મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તેથી અમને બન્ને પિતા-પુત્રને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. અહીં ડોક્ટર્સ તેમજ અન્ય સ્ટાફની તનતોડ મહેનત જોઈને લાગ્યું કે સારૂ થયું અહીંયા આવી ગયા હવે અમે જલ્દી સાજા થઈ જઈશું. અને થયું પણ એવું જ. PPE કીટ પહેરેલાં ડોક્ટર્સ તમામ દર્દીને દિવસમાં ત્રણ વખત તપાસવા સમરસ સંકુલના 9 માળમાં આખો દિવસ ઉપર નીચે ફરી ફરીને પરસેવે તરબોળ થઈ જતા ત્યારે એ ડોક્ટર્સમાં અમને ઈશ્વરના દર્શન થતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here