સાસરિયાથી ત્રસ્ત પરણીતા પિયર પહોંચ્યા: લોકડાઉનમાં સમાજ અગ્રણીઓની મહેનત રંગ લાવી

0
1553

પરણીતાને સાસરિયા માં ખુબ જ ત્રાસ હોવાથી લોકડાઉનનાં કારણે સમાજ ના અગ્રણી તેમજ તંત્ર ની મદદ થી માત્ર ૮ કલાક માં પરણીતાને ગોંડલ પોતાના ઘરે સલામત પહોંચાડ્યા

તા.૧૩, ગોંડલ: તાલુકાના ભૂણાવા ગામના(હાલ ગોંડલ રહેતા) પરિવારની દિકરીના લગ્ન એક વર્ષ પહેલાં ભાવનગર જીલ્લાના કોડિયાત ગામે થયા હતા. લગ્ન બાદ સાસરિયાં તરફથી યુવતીને અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવાર એકના એક પુત્રીનાં દુઃખ સાંભળી પરિવાર ખૂબ વ્યથિત હતો અને શક્ય તેટલું સહન કરવાનાં સૂચનો અપાતા હતા.

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ ઉપર કોરોના નું સંકટ હોય સમગ્ર ગુજરાત લોકડાઉન હોય આવી વિકટ પરિસ્થિતિમાં એક ગામથી બીજા ગામ જવું પણ ખૂબ જ મુશ્કેલ હોય ત્યારે યુવતી તરફથી તેના માતા-પિતાને ટેલિફોનથી પોતાને ગોંડલ લઇ જવા માટે આજીજી કરવામાં આવતી હતી. ઉપરાંત જો પિયરમાં નહિ લઇ જવાય તો આત્મહત્યા કરવા મજબુર બનવા સુધીની ગંભીરતા દર્શાવાઈ રહી હતી. આ યુવતીના પિતાશ્રી ખેતીકામ કરતા હોઈ અને આર્થિક રીતે એટલા સધ્ધર ન હોવાથી પોતે કોઈ પાસે મદદ માંગવામાં સંકોચ અનુભવતા હતા ઉપરાંત સાસરિયા પક્ષને સમજાવવા પણ આ પરિવાર અને તેના સગાસ્નેહીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ દરેક પ્રયત્ન વ્યર્થ થઇ રહ્યા હતા જેથી પરિવાર ચિતાતુર બન્યો હતો.

બાદમાંયુવતીના માતુશ્રી તરફથી છેલ્લે કોર્ટનું શરણું લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એડવોકેટ પ્રકાશબા ઝાલા નો સંપર્ક સાધતાં કોર્ટ બંધ હોય પરંતુ દંડનીય ફી ભરી કોર્ટે સમન્સ કાઢી આપશે જેવી વાત થી આશ્વાસન મળતા આ પરિવારમાં જીવમાં જીવ આવ્યો હતો અને જે દંડ ભરવો પડે તે ભરસુ પણ અમારી દિકરીને તાત્કાલિક ઘરે લાવશું તેવી પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. કોર્ટમાં દિકરીને ખુબજ દુઃખ છે અને ગોંધી રાખ્યા છે તેવી અરજી કરી. કોર્ટે ગોંડલ શહેર પોલીસને સમન્સ પણ પાઠવ્યું પરંતુ પોલીસ હાલ બંદોબસ્તની કામગીરી માં હોય સમન્સ બજાવવું તેમજ દિકરીને તેડવા જવું મુશ્કેલ હતું. જેથી ફરીથી પરિવાર મુસીબતમાં મુકાયો હતો.

એડવોકેટ પ્રકાશબા ઝાલાએ દ્વારા હાર માન્યા વગર પરિવારને સહાનુભૂતિ આપી તાત્કાલિક ગોંડલના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ને ઘટના વિષે વિસ્તૃત વાત કરી કે છેલ્લા ઘણા દિવસથી આ દીકરી માટે તેઓનું પરિવાર હેરાન થાય છે તો તાત્કાલિક આપ મદદ કરો. રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ ડી.વાય.એસ.પી. શ્રી પ્રતિપાલસિંહ ઝાલા તથા ગોંડલ પોલીસની મદદ માંગી. ડી.વાય.એસ.પી. ઝાલા દ્વારા વરતેજ ઘોઘાના પી.એસ.આઇ. સોલંકીને આ યુવતીને ને કોડીયાત થી લઈને ગોંડલ પોતાના ઘર સુધી પહોંચાડવાનાં આદેશ કરવામાં આવ્યા હતા.

જેના અનુસંધાને પી.એસ.આઇ. સોલંકી દ્વારા કોડીયાત ગામ જઈને દિકરીને આ ત્રાસમાંથી મુક્ત કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસર કાર્યવાહીની નોંધ કરી અને હેલ્થ ચેકઅપ કરાવી તાત્કાલિક ભાવનગર કલેકટર દ્વારા રોડ પરમીટ કઢાવી આપી પ્રાઇવેટ કાર દ્વારા તંત્ર દ્વારા આ પરણીતાને ગોંડલ પોતાના ઘરે સહી-સલામત પહોંચાડ્યા આ સમયે પરિવારમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

પૂત સમાજના અગ્રણી રાજેન્દ્ર સિંહ જાડેજા (શાસક પક્ષના નેતા) તથા પ્રતિપાલસિંહ ઝાલા (ડી.વાય.એસ.પી. ગોંડલ) તથા એડવોકેટ પ્રકાશબા ઝાલા તથા સમગ્ર પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા પોતાની દીકરી હોય તેમ માત્ર ૮ કલાક માં જ દિકરીબાને પોતાના ઘર સુધી પહોંચાડીને એકતાનું એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here