રાજકોટમાં 24 કલાકમાં 17ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 8691 પર પહોંચી, ટેસ્ટની સંખ્યા વધતા કેસ વધે તેવી શક્યતા

0
117
  • રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 5800ને પાર
  • 15 દિવસથી 24 કલાકમાં 25થી 35નાં મોત થતા, આજે 17ના મોત

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે મૃત્યુ આંકની સંખ્યામાં છેલ્લા 5-6 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 17ના મોત થયા છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 5878 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટ શહેર સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 8691 પર પહોંચી ગઈ છે. રાજકોટ સહિત જિલ્લાભરમાં ટેસ્ટની સંખ્યા વધતા કેસ વધે તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લામાં રવિવારે 171 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

રાજકોટ જિલ્લામાં રવિવારે સૌથી વધુ 171 કેસ નોંધાયા
બીજી તરફ નવા કેસની સંખ્યામાં પહેલાની જેમ જ સ્થિરતા જોવા મળી રહી છે. રવિવારે શહેરમાં નવા 112 કેસ નોંધાયા હતાં. તેની સામે 110ને ડિસ્ચાર્જ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં નવા 59 કેસ નોંધાતા જિલ્લામાં પ્રથમ વખત એક જ દિવસમાં સૌથી વધુ 171 કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યા વચ્ચે મૃત્યુની સંખ્યા ઓછી થવાં પાછળ ટેસ્ટિંગ સ્ટ્રેટજી કારણ ગણવામાં આવી રહ્યું છે. એન્ટિજન ટેસ્ટ વધુ માત્રામાં કરવામાં આવતા જે લોકોમાં પ્રાથમિક લક્ષણો હોય ત્યાં જ સામે આવી જાય છે અને સારવાર શરૂ થઈ જાય છે. હજુ પણ ટેસ્ટની સંખ્યા વધતા કેસ પણ વધી શકે છે.

તારીખમોતની સંખ્યા
28 સપ્ટેમ્બર17
27 સપ્ટેમ્બર9
26 સપ્ટેમ્બર15
25 સપ્ટેમ્બર12
24 સપ્ટેમ્બર16
23 સપ્ટેમ્બર17
22 સપ્ટેમ્બર19
21 સપ્ટેમ્બર21
20 સપ્ટેમ્બર21

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here